<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

રાજકોટમાં ટાઇફોઇડ-કમળાએ દેખા દીધી શરદી-ઉધરસ-તાવના ઘરે-ઘરે દર્દીઃ રર૦૦ કેસ

મનપા દ્વારા ૮પ હજાર ઘરોમાં પોરાનાશક કામગીરીઃ ૧ર૪૭ ઘરોમાં ફોગીંગ : ટાઇફોઇડના પ, કમળાના ૧ સાથે મચ્‍છરજન્‍ય ડેન્‍ગ્‍યુના પણ પ કેસ તંત્રના ચોપડે નોંધાયા

રાજકોટ તા. ૨૨ :  શહેરમાં છેલ્લા અઠવાડીયામાં મચ્‍છરજન્‍ય રોગે  માથુ ઉંચકયું છે. ઉપરાંત ટાઇફોઇડ તથા કમળાના પણ દર્દી નોંધાયા છે. ઉપરાંત જિલ્લામાં ચાંદીપુરાના કેસ વધતાં ચિંતા પ્રસરી છે. વધુ એક બાળકનું મોત પણ નિપજયું છે.

આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી  મુજબ તા.૧૫ થી રર જુલાઇ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય રોગચાળાના ૪ કેસ

છેલ્લા સપ્તાહમાં  ડેન્‍ગ્‍યુના ૪   કેસ નોંધાયા છે.  સીઝનનાં મેલેરીયાના ૧ર, ડેન્‍ગ્‍યુના ૨૭ તથા ચિકનગુનિયાના ૧૭ કેસ નોંધાયા છે.

શરદી-તાવના ૨૦૨૨ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૧૧૬૨ તેમજ સામાન્‍ય તાવના ૪૮૮ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૪૦૧ તથા ટાઇફોડનો ૫  સહિત કુલ ર૦૨૮થી વધુ  દર્દીઓ નોંધાયા હતા.

મચ્‍છર ઉત્‍પતિ સબબ ૪૫૬ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૮૫૮૩૬  ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૧૨૪૭ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્‍ય ૪૦૬  થી વધુ સ્‍થળોએ  મચ્‍છર ઉત્‍પતિ  સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૪૫૬  લોકોને નોટીસ પાઠવી હતી. જયારે પ૫ હજારનો વહીવટી ચાર્જ પણ વસુલાયો હતો.

(4:07 PM IST)