<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

-તો રાજકોટના લોકમેળાનો સ્‍ટોલધારકોનો બહિષ્‍કાર

રમકડા, ખાણીપીણી સહિતના સ્‍ટોલની કિંમતમાં સિધો જ ૩૦ થી ૪૦ ટકા ભાવવધારો ઝીંકી દેવાયોઃ ફાયરસેફટી સહિતના નીતિ નિયમો વેપારીઓ ઉપર ઠોકી દેવાયા, પાથરણાવાળાઓને મેળામાં અંદર બેસવાની મંજૂરી ન આપોઃ ૫૦ થી ૧૦૦ વેપારીઓની કલેકટરને રજુઆત

રાજકોટઃ આ વખતનો લોકમેળો વેપારીઓ માટે આફતરૂપ જેવો બની ગયો છે. રમકડા, ખાણી-પીણી સહિતના સ્‍ટોલની કિંમતોમાં સિધા જ ૩૦ થી ૪૦ ટકા ભાવવધારો ઝીંકી દેવામાં આવ્‍યો છે. આ સિવાય ફાયરસેફટી સહિતના નીતી નિયમો વેપારીઓ ઉપર ઠોકી દેવામાં આવ્‍યા હોય, આ બાબતે લોકમેળામાં સ્‍ટોલ રાખતા વેપારીઓએ કલેકટરશ્રીને રજુઆત કરી છે.

અકિલા કાર્યાલયની મુલાકાતે આવેલા લોકમેળાના સ્‍ટોલ ધારકોએ જણાવેલ કે અમે આશરે ૨૫ વર્ષથી વધુ સમયથી લોકમેળામાં સ્‍ટોલ નાંખી વેપાર કરીએ છીએ. આ વખતે રમકડા, ખાણી-પીણી સહિતના સ્‍ટોલની કિંમતોમાં ૩૦ થી ૪૦ ટકાનો ભાવવધારો કરી દેવામાં આવ્‍યો છે. દર વર્ષે ડીપોઝીટ રૂપે પ હજારથી લઇ ૩૦ હજાર સુધી આપવામાં આવે છે જે આજદીન સુધી પરત આપવામાં આપવામાં આવતી નથી.

આ ઉપરાંત સ્‍ટોલધારકે સોગંદનામુ રજુ કરવાનું કહેવામાં આવ્‍યું છે. તેમજ ફાયરસેફટીના સાધનો, સીસીટીવી કેમેરા લગાવવાનું પણ તંત્ર દ્વારા જણાવવામાં આવ્‍યું છે. વેપારીઓને જણાવેલ કે આટલી  રકમની ફી વસુલવામાં આવે છે તો કેમેરા પણ તંત્ર દ્વારા જ લગાવી દેવામાં આવે.

આ ઉપરાંત મેળામાં જગ્‍યા મોટી કરવા માટે સ્‍ટોલની સાઇઝ નાની કરી દેવામાં આવી છે. પરંતુ ત્‍યાં પાથરણાવાળા બેસી જાય છે અને જરૂરીયાત કરતાં પણ વધારે જગ્‍યા રોકી લેતા હોય છે. તેના પર પુરતુ ધ્‍યાન આપવામાં આવે.

તસ્‍વીરમાં ભરત વણઝારા, ધાર્મિક પટેલ, સંજય તન્ના, ચીરાગ ઠક્કર, શબીર થઇમ, કીશનભાઇ, સુમિતભાઇ, હીરેન જોબનપુત્રા, અરવિંદ વ્‍યાસ, જાવેદભાઇ નજરે પડે છે. (તસ્‍વીરઃસંદીપ બગથરીયા)

(4:09 PM IST)