<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

‘દીકરાનું ઘર' દ્વારા નિરાધાર દીકરીઓ માટે વહાલુડીના વિવાહ-૭

સતત સાતમાં વર્ષે (ર૯ ડીસેમ્‍બરે આયોજન): આયોજનઃ ફોર્મ વિતરણ પ્રારંભઃ ઢગલાબંધ કરીયાવર અપાશેઃ સંજયભાઇ ધમસાણિયા પરિવાર મુખ્‍ય યજમાન સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઉઘલતી મ્‍હાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયુ લઇને ચાલે...

રૂડાનું આયોજનઃ દીકરાનું ઘર આયોજિત વ્‍હાલુડીના વિવાહ સમુહલગ્ન નિમિતે આયોજન સમિતિના અનુપમ દોશી, સુનિલ વોરા, નલીન તન્ના અને ગીતાબેન વોરાએ આજે અકિલા કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત લીધેલ તે પ્રસંગની તસ્‍વીર.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. રર :.. દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘દીકરાનું ઘર' વૃધ્‍ધાશ્રમ દ્વારા માતા-પિતા વિહોણી કે પિતાની છત્રાછાયા ગુમાવેલ  રર દીકરીઓને હોંશે હોશે પરણાવવા ‘વહાલુડીના વિવાહ' શીર્ષકતળે જાજરમાન સમૂહલગ્નનું આયોજન કરાયું છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજન સમિતિના આગેવાનોએ જણાવ્‍યું હતું કે, ‘‘દીકરાનું ઘર'' દ્વારા ૨૦૧૮ થી માતાપિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ નિરાધાર, નિઃસહાય, લાચાર, અત્‍યંત ગરીબ પરિવારની દીકરીઓના લગ્નનો અનેરો ઉત્‍સવ ઉજવવામાં આવે છે. વહાલુડીના વિવાહ શીર્ષક હેઠળ યોજાતો આ લગ્નોત્‍સવ આજે સમગ્ર સૌરાષ્‍ટ્ર અને ગુજરાતમાં સ્‍વીકળત બન્‍યો છે. છેલ્લા છ વર્ષથી વહાલુડીના વિવાહ અત્‍યંત જાજરમાન રીતે એક શ્રીમંત પિતા જે રીતે પોતાની દીકરીનો પ્રસંગ ઉજવે એ રીતે ઉજવવામાં આવે છે. ચાલુ સાલ પણ સતત સાતમા વર્ષે અદકેરું આયોજન હાથ ધરાયું છે અને તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

વહાલુડીના વિવાહ- ૭ ના મુખ્‍ય યજમાન પદે એસ કોમ્‍પયુટરના સંચાલક સંજયભાઇ ધમસાણીયા -માધવીબેન ધમસાણીયા પરિવાર જોડાયેલ છે.  ડિસેમ્‍બરની ૨૯ તારીખે સતત સાતમા વર્ષે વહાલુડીના વિવાહ-૭ ‘‘દીકરાનું ઘર'' દ્વારા અત્‍યંત ભવ્‍ય અને ગરીમાપૂર્ણ રીતે યોજાશે. ચાલુ સાલ ફરી એક વખત ૨૨ દીકરીઓને જરૂરીયાત મુજબનો સમળદ્ધ કરીયાવર અર્પણ કરી તેના સાંસારિક જીવનમાં સુખી થાય એવા આશિર્વાદ સાથે વિદાય અપાશે.

સંસ્‍થાના મુકેશ દોશી, અનુપમ દોશી, નલીન તન્ના, સુનીલ વોરા, અને કિરીટ આદ્રોજાએ જણાવ્‍યું છે કે ‘‘દીકરાનું ઘર'' સતત સાતમાં વર્ષે પિતાની છત્રછાયા ગુમાવેલ કે માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ દીકરીઓના જીવનમાં રંગ પૂરવાનો અવસર ઉભો કર્યો છે. વહાલુડીના વિવાહ આજે સૌરાષ્‍ટ્રભરમાં ખ્‍યાતીપ્રાપ્ત બન્‍યા છે. સમાજના તમામ સ્‍તરેથી વહાલુડીના વિવાહને વ્‍યાપક સમર્થન મળી રહે છે. ૨૦૧૮ થી શરૂ થયેલ આ વિવાહમાં શહેરના અસંખ્‍ય સુખી સંપન્ન દાતાઓ અને પરિવારો આગળ આવી રહ્યા છે. જેમાં ભાવેશભાઈ પટેલ પરિવાર, જાણીતા બિલ્‍ડર ધીરૂભાઈ રોકડ પરિવાર, પાણ ગ્રુપના મનસુખભાઈ પાણ પરિવાર પણ યજમાન પદે રહી ચુકયા છે. આ લગ્નની વિશેષતામાં ગુજરાતના કોઈપણ ખૂણે દેશ કાજે શહીદ થયેલ જવાનની દીકરી અમારા ઘ્‍યાને આવશે તો આવી દીકરીના તેમની ઈચ્‍છા મુજબના લગ્ન સંસ્‍થા દ્વારા કરાવી આપવામાં આવશે. ઉપરાંત પાંચ લાખથી વધુ રકમનું સમળદ્ધ કરીયાવર પણ આપવામાં આવશે. ગુજરાતના કોઈપણ ખૂણે આવા શહીદ થયેલ જવાનની દીકરી ધ્‍યાને હોય તો અમારા સુધી પહોંચાડવા અપીલ છે.

મોૈલેશભાઇ ઉકાણી, શિવલાલભાઇ આદ્રોજા, ડો.નિદત બારોટ, પ્રતાપભાઈ પટેલ, ધીરૂભાઈ રાઠોડ, મનસુખભાઈ પાણ, વલ્લભભાઈ સતાણી, વસંતભાઈ ગાદેશા તેમજ હસુભાઈ રાચ્‍છે વધુમાં જણાવ્‍યું છે કે દીકરાનું ઘર દ્વારા યોજાતા વહાલુડીના વિવાહ લગ્નોત્‍સવમાં પ્રત્‍યેક દીકરીઓને સમળદ્ધ કરીયાવર ભેટ રૂપે ૨૫૦ થી વધુ વસ્‍તુઓ ભેટ આપવામાં આવશે. ‘‘દીકરાનું ઘર'' ના કુલ ૧૭૧ થી વધુ કાર્યકર્તાઓ આ લગ્નોત્‍સવ વહાલુડીના વિવાહ સાથે ઉમંગથી જોડાયેલા છે. દીકરાનું ઘર દ્વારા અત્‍યાર સુધીમાં ૧૩૮ દીકરીઓના લગ્ન કરવામાં આવ્‍યા છે. ચાલુ સાલ વધુ ૨૨ દીકરીઓને હોંશે હોંશે પરણાવવામાં આવશે.

વહાલુડીના વિવાહ લગ્નોત્‍સવમાં ભાગ લેનાર પ્રત્‍યેક દીકરીઓને સરકાર દ્વારા મળતી સહાય કુંવરબાઈનું મામેરું અને સપ્તપદીના સાત ફેરા હેઠળ સમાજ સુરક્ષા ખાતા તરફથી મળતી સહાય પણ અપાવવામાં સંસ્‍થા નિમિત બનશે તેમ સંસ્‍થાના સુનીલ મહેતા, હરેશભાઈ પરસાણા, કિરીટ પટેલ, અશ્વિનભાઈ પટેલ, દિપકભાઈ જલુ, ગૌરાંગ ઠકકર દ્વારા જણાવવામાં આવ્‍યું છે.

દીકરાનું ઘર વળધ્‍ધાશ્રમનાં સંસ્‍થાપક મુકેશ દોશી એ વધુમાં જણાવ્‍યું છે કે વહાલુડીના વિવાહ પ્રસંગ એ અનાથ દીકરીઓના જીવનમાં રંગ પુરવાનો અવસર છે. એક દિકરીના પિતા જયારે અચાનક દુનિયામાંથી વિદાય લે ત્‍યારે સમગ્ર કુટુંબમાં અંધારૂ છવાઈ જતુ હોય છે ત્‍યારે આવી દીકરીઓને સમાજની હુંફ મળે, પ્રેમ મળે, લોકોના આર્શીવાદ મળે એવા ભાવથી આ પ્રસંગ કરવામાં આવે છે.

સંસ્‍થાના ઉપેનભાઈ મોદી, હરદેવસિંહ જાડેજા, હરેન મહેતા, રાકેશભાઈ ભાલાલા, પ્રવિણ હાપલીયા, પ્રજ્ઞેશભાઈ પટેલ તેમજ શૈલેષ જાનીએ જણાવ્‍યું છે કે સંસ્‍થા દ્વારા અત્‍યાર સુધીમાં ૧૩૮ દીકરીઓને પરણાવવામાં આવેલ છે. ચાલુ સાલ વધુ ૨૨ દીકરી પ્રભુતામાં પગલા માંડશે. સંસ્‍થાના કાર્યકર્તામાં અનેરો ઉત્‍સાહ જોવા મળે છે. સંસ્‍થાના ૧૭૧ થી વધુ કાર્યકર્તાઓએ આ માટેની તૈયાર શરૂ કરી દીધેલ છે.

વહાલુડીના વિવાહ-૭ નું ફોર્મ વિતરણ તા.૨૨/૭/૨૦૨૪ થી તા.૨૯/૮ સુધી સાંજના ૪.૦૦ થી ૭.૦૦ સુધી ૩૦૫, ગુરૂરક્ષા કોમ્‍પલેક્ષ, ભારત ટ્રાવેલ્‍સની બાજુમાં, વિરાણી ચોક, ટાગોર રોડ ઉપર કરવામાં આવશે. જેમાં ફોર્મ લેવા આવનાર દીકરીએ ઉમરનું પ્રમાણપત્ર સાથે લઈ આવવું ફરજિયાત રહેશે. આવેલી અરજીઓ પૈકી તપાસ કરી યોગ્‍યતાના ધોરણે લગ્ન માટે પસંદ કરવામાં આવશે.

લગ્નોત્‍સવને સફળ બનાવવા હાર્દિક દોશી, દોલતભાઈ ગદેશા, ગુણુભાઈ ઝાલાડી, પ્રનંદ કલ્‍યાણી, યશવંત જોશી, જિજ્ઞેશ આદ્રોજા, જીતુભાઈ ગાંધી, હરીશભાઈ હરીયાણી, મહેશ જીવરાજાની, પરીમલભાઈ જોશી, જયેન્‍દ્રભાઈ મહેતા, હસુભાઈ શાહ, પારસ મોદી, પંકજ રૂપારેલીયા, વિપુલભાઇ ભટ, દિનેશભાઈ ગોવાણી, જિજ્ઞેશ પુરોહિત, ધીરજ ટીલાળા, આર.ડી.જાડેજા, ચેતન મહેતા, શૈલેષ દવે, મિહિર ગોડલિયા, બ્રિજ વૈશ્‍નવ, કામેબ માજી સહિતના કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહેલ છે.

વહાલુડીના વિવાહ લગ્નોત્‍સવમાં ફાલ્‍ગુનીબેન કલ્‍યાણી, નીશાબેન મારૂ, ચેતનાબેન પટેલ, વર્ષાબેન આદ્રોજા, કલ્‍પનાબેન દોશી, કાશ્‍મીરાબેન દોશી, પ્રીતીબેન વોરા, પ્રીતીબેન તન્ના, શીલ્‍પાબેન પટેલ, અલ્‍કાબેન પારેખ, ગીતાબેન એ. પટેલ, મૌસમીબેન કલ્‍યાણી, અરૂણાબેન વેકરીયા, કિરણબેન વડગામા, ગીતાબેન વોરા સહિતની બહેનો લગ્નોત્‍સવને યાદગાર બનાવવા સક્રિયપણે કામગીરી કરી રહી છે.

લગ્નોત્‍સવ હેલ્‍પલાઈન

‘‘વહાલુડીના વિવાહ-૭'' સંદર્ભે કોઈ માહિતી માટે તથા દીકરીઓને કરીયાવર રૂપી ભેટ આપવા ઈચ્‍છતા દાતાઓ સંસ્‍થાના મુકેશ દોશી - ૯૮૨૫૦ ૭૭૭૨૫, સુનીલ વોરા - ૯૮૨૫૨૧૭૩૨૦, નલીન તન્ના - ૯૮૨૫૭૬૫૦૫૫, અનુપમ દોશી - ૯૪૨૮૨૩૩૭૯૬ ઉપર સંપર્ક કરી શકે છે.

(4:12 PM IST)