<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

અકિલા પરિવારના બેન-બનેવીનો ભારે પૂરમાંથી ચમત્‍કારિક બચાવ

રાજયના પ્રીન્‍સીપાલ સેક્રેટરી સીએમઓ અવંતિકાસિંઘ, ભૂપેન્‍દ્રભાઇ પટેલના પીએ નીલભાઇ પટેલ, પૂર્વ કેબીનેટ પ્રધાન આર.સી.ફળદુ, ધારાસભ્‍ય મેઘજીભાઇ ચાવડા, કલેકટરશ્રી ભાવીનભાઇ પંડયા, જમનભાઇ તારપરા, કાલાવડ, છતરના રસિદબાપુ અને પરિવાર તથા અનેક ગ્રામજનો, આગેવાનોની કલ્‍પનાતીત મદદ માટે અકિલા પરિવાર અંતઃકરણપૂર્વક આભાર માને છે સી.એમ.ઓ. કાર્યાલય અને સમગ્ર તંત્રની ત્‍વરિત મદદ અને ડ્રાઇવીંગ કરી રહેલ બ્રિજેશ જોષીની સમય સૂચકતાએ ભારતીબેન સવજાણી અને લલિતભાઇ સવજાણીનું જીવન આબાદ બચાવી લીધું

રાજકોટ તા. રર :.. અકિલા પરિવારના નાના બહેન અને જામજોધપુર નિવાસી ભારતીબેન લલિતભાઇ સવજાણી ત્‍થા બનેવી લલિતભાઇ પ્રભુદાસભાઇ સવજાણી તાજેતરમાં રાજકોટ ખાતે ે ભાઇ કિરીટભાઇ ગણાત્રાના ખબર અંતર પૂછવા રાજકોટ આવ્‍યા હતાં. સવારે ૯-૯ાા વાગ્‍યે તેમના પુત્રો અમિતભાઇ સવજાણી અને ડો. વૈભવ સવજાણીને ત્‍યાંથી કાલાવડ-છતર-સમાણા થઇ જામજોધપુર જવા નિકળેલ. કાલાવડથી છતર જતાં છતર નજીક આવેલ નદીના બેઠા પુલ ઉપરથી મોટર પસાર થઇ અને કાંઠે પહોંચી ત્‍યાં અચાનક ઉપરવાસનું પાણી ધસમસતુ આવતા ચારેકોર પાણી ભરાવા લાગ્‍યા. મોટર ચલાવી રહેલ બ્રિજેશ જોષીએ અત્‍યંત સમય સૂચકતા વાપરી મોટરને સાઇડમાં દબાવી. આગળ કે પાછળ કયાંય જવાય તેમ રહ્યું નહિં. ચારેકોર પાણી વધવા લાગતા ત્રણેયના જીવ જોખમમાં મૂકાઇ ગયા. જો હવે પાણી વધે તો મોટર તણાય જાય તેવી સ્‍થિતિ સર્જાઇ. એક બીજી મોટર પણ ત્‍યાં ફસાઇ ગયેલ.

થોડી ક્ષણો માટે તો બેન-બનેવી પણ હેબતાઇ ગયા હતા. પરંતુ સ્‍વસ્‍થ થઇ સાથે રહેલ બ્રિજેશ જોષીએ તરત અકિલાના તંત્રી, નાનાભાઇ અજીતભાઇ ગણાત્રાને ફોન કરી આ અતિ ગંભીર સ્‍થિતિની જાણ કરી હતી. અજીતભાઇએ કિરીટભાઇને વાત કરતા તરત જ તેમણે પ્રદેશ ભાજપ પ્રવકતા રાજુભાઇ ધ્રુવને જાણ કરી તેમણે રાજયના સીએમઓ કાર્યાલયમાં મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના પીએ શ્રી નીલ પટેલનો અને રાજયના વરિષ્‍ઠ આઇએએસ અધિકારી તથા મુખ્‍યમંત્રીના સેક્રેટરી શ્રીમતી અવંતિકા સીંધ મેડમનો સંપર્ક સાધેલ. અવંતીકા સીંધજીએ ધરપત આપી વિજળીક વેગે પગલા ભરી તમામ મદદ પહોંચતી કરેલ.

જામનગરના કલેકટરશ્રી ભાવીનભાઇ પંડયાએ ફાયરબ્રીગેડ સહિતના જવાનો તાકિદે સ્‍થળ ઉપર દોડાવ્‍યા હતાં.  અને તમામ મદદ સાથે દર બે મિનિટે તેઓશ્રી સતત અપડેટ મેળવતા રહેલ. પૂર્વ કૃષિ મંત્રી અને અકિલા પરિવારના સદસ્‍ય સમા શ્રી આર. સી. ફળદુ અને કાલાવડના વર્તમાન ધારાસભ્‍ય શ્રી મેઘજીભાઇ ચાવડા તમામ કાર્યક્રમો પડતા મૂકી તરવૈયાઓ અને મદદ સાથે છતર જાતે રૂબરૂ દોડી ગયા હતાં. અકિલાના જામનગરના છતરના અગ્રણી શ્રી રસિદબાપુ, તેમના પુત્ર, રમેશભાઇ ગામના સરપંચશ્રી, ગ્રામજનો, તરવૈયાઓ, સતત બન્ને બાજુ હાજર રહી બેન-બનેવીને હાકલા પડકારા કરી હિમત આપતા રહ્યા હતાં.

અકિલાના જામનગરના બ્‍યુરો ચીફ મુકુન્‍દભાઇ બદિયાણી, ફોટોગ્રાફર કિંજલ કારસરીયા, ધ્રોલના અકિલાના તરવરીયા પ્રતિનિધિ સંજય ડાંગર સતત મદદરૂપ બન્‍યા હતાં.

કાલાવડ ગ્રામ્‍યના પીએસઆઇશ્રી પરમાર ટ્રેકટર લઇ સ્‍થળ ઉપર પહોંચ્‍યા હતા. તો શ્રી ફળદુ અને શ્રી મેઘજીભાઇ ગોઠણ સમા પાણીમાં ચાલી બેન-બનેવી પાસે પહોંચ્‍યા હતા.

આ તકે શ્રીમતી અવંતિકાસિંધ, નીલભાઇ પટેલ, આર.સી.ફળદુ, મેઘજીભાઇ ચાવડા, કલેકટરશ્રી ભાવિનભાઇ પંડયા, પીએસઆઇ પરમાર, રસિદબાપુ, જમનભાઇ, મલેક પરિવાર સહિત છતર, કાલાવડના ગ્રામજનો, આગેવાનો કાર્યકરો, તરવૈયાઓનો અકિલા પરિવારે અંતઃકરણ પૂર્વક આભાર માન્‍યો છે.

(4:40 PM IST)