<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

જીવન ચલાવવા માટે સાધનો, સુવિધા કે સગવડતા જરૂરી નથી, પરંતુ માનસિક નિર્ણયો જરૂરી છેઃ પરશોત્તમભાઇ

રાજકોટ નાગરિક દ્વારા ચાલતા વાચન પરબના ૮૧મા મણકામાં ધ રામબાઇની મનનીય પ્રસ્‍તુતિ રૂપાલાજીએ કરી

રાજકોટ : ફક્‍ત બેંકિંગ જ નહિ પરંતુ સામાજિક ઉત્તરદાયિત્ત્વ સાથે કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા વાચન પરબના ૮૧મા મણકામાં જીતેશ દોંગા લિખિત નવલકથા ધ રામબાઈની શિક્ષક-સંસદસભ્‍ય પરશોત્તમ રૂપાલાજીએ બેંકની હેડ ઓફિસ, અરવિંદભાઈ મણીઆર નાગરિક સેવાલય, રાજકોટ ખાતે કરી હતી. પરશોત્તમભાઇ રૂપાલાજીએ રજુ કરેલ વક્‍તવ્‍યની એક ઝલક, બેંક આર્થિક ગતિવિધિની સાથે સાહિત્‍યિક અને સુંદર પ્રવળત્તિ કરી રહી છે તે માટે હૃદયપૂર્વકના અભિનંદન. આ નવલકથાનું પાત્ર રામબાઈ હામાપરનાં છે. કથામાં સમાજ જીવનના પ્રવાહોને સાક્ષીભાવે લખવાનો લેખકે પ્રયાસ કર્યો છે, ઉપદેશ આપવાનો તેનો આશય નથી પણ જીવનવળતાંતને સારી રીતે નોંધી કેવી રીતે શકાય તેનો ઉત્તમ નમૂનો આ કથા છે. આ નવલકથા ભાવિ પેઢીને એવી પ્રેરણા આપશે કે જીવન ચલાવવા માટે સાધનો જરૂરી નથી, સુવિધા અને સગવડતા જરૂરી નથી, પરંતુ જીવન ચલાવવા માટે માનસિક નિર્ણયો જરૂરી છે. કમિટમેન્‍ટ હોય તો જીવન નિર્વાહ થતા હોય છે. નાની-નાની વાતોમાં અને દુઃખોમાં આપઘાત કરતી નવી પેઢી જો આ નવલકથાના દુઃખોની વાત વાંચે તો તેમના દુઃખ તો કાંઈ નથી તેનો અનુભવ થશે, તેટલા માટે આ નવલકથા નવી પેઢીએ ખાસ વાંચવી જોઈએ. ધ રામબાઈ, ટાઇટલ આપણને અંગ્રેજી લાગે પરંતુ પ્રવાહિતા સંપૂર્ણ આપણી દેશી-કાઠિયાવાડી નવલકથા છે.ઁ આ વાચન પરબમાં જીમ્‍મીભાઈ દક્ષીણી (કાર્યકારી ચેરમેન), ડિરેકટરગણમાંથી જ્‍યોતીન્‍દ્રભાઈ મહેતા (પૂર્વ ચેરમેન), નલિનભાઈ વસા (પૂર્વ ચેરમેન), ટપુભાઈ લીંબાસીયા (પૂર્વ વાઈસ ચેરમેન), દીપકભાઈ મકવાણા, હંસરાજભાઈ ગજેરા, કીર્તિદાબેન જાદવ, ચંદ્રેશભાઇ ધોળકીયા, માઘવભાઈ દવે, શૈલેષભાઈ મકવાણા, દિનેશભાઈ પાઠક, અશોકભાઈ ગાંધી, દીપકભાઈ બકરાણીયા, હર્ષિતભાઈ કાવર (કો-ઓપ્‍ટ ડિરેકટર), વિનોદ કુમાર શર્મા (સીઇઓ-જનરલ મેનેજર), વિનોદભાઈ લાઠીયા (બોર્ડ ઓફ મેનેજમેન્‍ટ) ઉપરાંત શાખા વિકાસ સમિતિના સદસ્‍યો, ડેલિગેટ્‍સ, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ અવસરે જીમ્‍મીભાઈ દક્ષીણી, જ્‍યોતીન્‍દ્રભાઈ મહેતા, નલિનભાઈ વસા, ટપુભાઈ લીંબાસીયા, દીપકભાઈ મકવાણા, હંસરાજભાઈ ગજેરા, કીર્તિદાબેન જાદવ, ચંદ્રેશભાઈ ધોળકીયા, માધવભાઈ દવે, શૈલેષભાઈ મકવાણા, દિનેશભાઈ પાઠક, અશોકભાઈ ગાંધી, દીપકભાઈ બકરાણીયા, વિનોદ કુમાર શર્મા, ભવાનીસિંહ રાઠોર, ભરતભાઈ કુંવરીયા, મીરાબેન મહેતા અને ચંદ્રિકાબેન સોલંકીએ પરશોત્તમ રૂપાલાજીનું પુસ્‍તક, ખાદીનો રૂમાલ અને સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીનું સ્‍મળતિચિホ આપી અભિવાદન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ધનંજય દત્તાણીએ કર્યું હતું.

(4:39 PM IST)