<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

લોક દરબાર બાદ તંત્ર એકશનમાં

વોર્ડ નં. ૧ માં યોજાયેલ લોક દરબારમાં સફાઇ બાબતની મહતમ ફરીયાદો મળતા તાકીદે મીટીંગ બોલાવી તમામ વોર્ડમાં સઘન સફાઇ જાળવવા પદાધિકારીઓની અધિકારીઓને સુચના

રાજકોટ, તા. રર : મહાનરગપાલિકા દ્વારા શહેરના જુવદા જુદા વોર્ડ વિસ્‍તારમાં પ્રાથમિક સુવિધા સહિતના પ્રશ્નો, ફરીયાદો અને સુચનો આવકાર માટે મહાનગરપાલિકા દ્વારા આજે વોર્ડ નં. ૧ થી સોમવારના ૯ થી ૧૧ દરમ્‍યાન વોર્ડ નં. ૧માં લોકદરબાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સફાઇની ફરીયાદ વધુ આવતા મનપા તંત્રવાહકો તુરંત એકશનમાં આવ્‍યા હતા. અને તમામ વોર્ડમાં સઘન સફાઇની સુચના આપી હતી.

મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સેનિટેશન કમિટી ચેરમેન નીલેશભાઈ જલુએ આજરોજ વોર્ડ નં.૧માં યોજાયેલ પ્રથમ ઙ્કલોક દરબારઙ્ઘમાં સોલિડ વેસ્‍ટ શાખાને લગત સફાઈ, ટીપરવાનને લગત સૌથી વધુ ૨૮ જેટલી ફરિયાદો વોર્ડના નાગરિકો તરફથી રજુ થયેલ હતી. જેથી હાલ, ચોમાસાની ઋતુના અનુસંધાને રોગચાળો ફેલાય નહી તે હેતુસર વોર્ડ નં.૧ થી ૧૮માં ફરજ બજાવતા તમામ સ્‍ટાફએ ફિલ્‍ડમાં રહી સતત સુપરવિઝન કરી સઘન સફાઈ જાળવવા, વરસાદી પાણી જમા થયેલ હોઈ તેવા ખાડાઓમાં દવાનો છંટકાવ કરવા, ફોગીંગની કામગીરી કરવા, પાણીના ટાંકામાં દવા નાખવા, કોલ સેન્‍ટરમાં તથા વોર્ડઓફીસ ખાતે મળતી સફાઈ તથા જાહેર આરોગ્‍યલક્ષી ફરિયાદો પરત્‍વે પુરતું લક્ષ આપી તાત્‍કાલિક નિકાલ કરવા બાબતે પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર, ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, દિગ્‍વિજયસિંહ તુવર તથા વલ્લભભાઈ જીંજાળા, આરોગ્‍ય અધિકારી ડૉ.જે.એલ.વકાણી, મેલેરિયા વિભાગના બાયોલોજીસ્‍ટ તેમજ વોર્ડ નં.૧ થી ૧૮ના સેનેટરી ઇન્‍સ્‍પેકટરર્સની ઉપસ્‍થિતિમાં મિટીંગ યોજવામાં આવી અને પદાધિકારીઓ દ્વારા સંબંધકર્તા તમામ અધિકારી-કર્મચારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી.

(4:46 PM IST)