<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

નીટ પ્રશ્‍ને એન.એસ.યુ.આઇ દ્વારા એન.ટી.એ.નું પુતળાદહનઃ સીબીઆઇ તપાસની માંગઃ ૧૦ કાર્યકર્તાઓની અટકાયત

રાજકોટઃ મેડીકલ પ્રવેશ માટેની નીટની પરીક્ષા પ્રશ્‍ને વિરોધ ચાલી રહયો છે ત્‍યારે રાજકોટ ખાતે એનએસયુઆઇના પ્રદેશ પ્રમુખ નરેન્‍દ્ર સોલંકીના નેતૃત્‍વમાં એન.ટી.એ.નું પુતળાદહન કરીને સીબીઆઇ તપાસની માંગ કરવામાં આવી છે. આજે ગુજરાત પ્રદેશ NSUI દ્વારા NEET ની પરિક્ષામાં ગેરરીતી થઈ હોવાના શંકાના દાયરામાં હોય એ મુદ્દે ગુજરાત પ્રદેશ NSUI પ્રમૂખ નરેન્‍દ્ર સોલંકીની આગેવાની માં NTA નું પૂતળા દહન કરવામાં આવ્‍યું અને આર.કે યુનિવર્સિટી સેન્‍ટરને સીબીઆઇ ઇન્‍કવાયરી કરવામાં આવે અને એનટીએ ને બેન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. જેમાં રવિભાઈ જીત્‍યા બ્રીજરાજસિંહ રાણા અંકિત સોંદરવા, ધ્રુમિલ રાઠોડ,અક્ષાંશ ગોસ્‍વામી, આર્યન કનેરિયા સમીર ચૌહાણ સહિત ૧૦થી વધુ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:47 PM IST)