તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th July 2024
રાજકોટમાં ર૪ કલાકમાં ૧ ઇંચઃ મેઘાવી માહોલ યથાવત
ગઇકાલ બાદ આજે પણ સવારથી હળવા ઝાપટા, ઝરમર વરસાદ અવિરત ચાલુ

રાજકોટ તા. ર૪ :.. અંતે રાજકોટ શહેરમાં પણ મેઘરાજાએ મુકામ કર્યો છે ગઇકાલથી ધીમીધારે સતત વરસાદ ચાલુ છે. હવામાન ખાતામાં ગઇકાલ સવારથી આજે સવાર સુધીમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. દરમિયાન આજે સવારથી અવિરત વરસાદ ચાલુ છે.
છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. રાજકોટ શહેરની આજુબાજુના જિલ્લાઓમાં પણ મેઘો જમાવટ કરે છે. માત્ર રાજકોટ શહેરમાં જ મેઘો મન મુકીને મંડાતો નથી એવી લોકચર્ચા થઇ રહી છે. ત્યારે ગઇકાલથી શહેરમાં અવિરત મેઘાવી માહોલ જોવા મળે છે.
ગઇકાલ આખો દિવસ હળવા ભારે રેળા ઝાપટાનો દોર જોવા મળ્યો હતો. મોડી રાત સુધી ઝરમર ચાલુ હતો. તો આજે સવારે આઠેક વાગ્યાની આસપાસથી ફરી વરસાદ ચાલુ થયો હતો.
હવામાન ખાતામાં ર૪ કલાકમાં ૧ ઇંચ પાણી પડી ગયાનું નોંધાયું છે. ભેજનું પ્રમાણ ૧૦૦ ટકા છે.
(11:12 AM IST)










