તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th July 2024
રાજ્ય કક્ષાની બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાવિન જાદવે બે સુવર્ણચંદ્રક જીત્યા
સ્વ. શ્રી બાલસિંહજી સરવૈયા મેમોરિયલ યોનેક્સ સનરાઈઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ્સ - ૨૦૨૪ યોજાઈ

રાજકોટ : ગુજરાત બેડમિન્ટન એસોસિએશનનાં ઉપક્રમે રાજકોટનાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી) નાં એર કંડીશન્ડ મલ્ટીપર્પઝ ઇન્ડોર સ્ટેડિયમમાં સ્વ. શ્રી બાલસિંહજી સરવૈયા મેમોરિયલ યોનેક્સ સનરાઈઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ્સ - ૨૦૨૪ તાજેતરમાં યોજાઈ ગઈ. આગામી ૩ જી સપ્ટેમ્બર થી આણંદમાં શરૂ થનારી વેસ્ટ ઝોન ઇન્ટરસ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ્સમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરનારી ટીમોનાં સિલેક્શન માટે આ બહુ મહત્વની ટુર્નામેન્ટ હતી. એસએજી નાં સહયોગથી ૬ દિવસ ચાલેલી આ સ્પર્ધામાં રાજ્યનાં, ભારતનાં તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધ ખેલાડીઓ જેવા કે તતાીમ મીર, અદિતા રાવ, શ્રેયા લેલે, અધિપ ગુપ્તા, પુરુષોત્તમ અવાટે, ભાવિન જાદવ, શેનન ક્રિશ્ચિન, અંજલી રાવત, ઐશાની તિવારી, વિગેરેની સિંગલ્સ, ડબલ્સ અને મિક્સડ ડબલ્સ ની કુલ ૩૪૫ એન્ટ્રીઝ આવેલ. મુખ્ય મહેમાનો શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, શ્રી રામભાઈ મોકરીયા, શ્રી મુકેશભાઈ દોશી, ડો. દર્શિતાબેન શાહ, મેયર સુશ્રી નયનાબેન પેઢડીયા, શ્રી જયેશભાઈ બોઘરા, શ્રી દાનાભાઈ હુંબર, શ્રી રાજદીપસિંહ જાડેજા, સુશ્રી કિરણબેન માકડીયા, શ્રી ભરતસિંહ જાડેજા, શ્રી વિક્રમભાઈ પુજારા, શ્રી પુષ્કરભાઈ પટેલ, ડો. અર્જુનસિંહ રાણા, સુશ્રી રમાબેન મધરા, શ્રી યોગેશ કુમાર ભાસ્કર, શ્રી ધનરાજસિંહ રાઠોડ, શ્રી વિક્રમભાઈ જૈન, શ્રી ભૂષણ પંડ્યા, શ્રી વિક્રમસિંહ સરવૈયા, શ્રીમતી દિલહરબા સરવૈયા, વિગેરે દ્વારા દીપ પ્રાગટય, વળક્ષારોપણ અને સમાપન સમયે પ્રેરણાદાયક ઉદબોધનો બાદ અન્ડર ૧૯ ગર્લ્સ અને બોયઝ, વિમેન અને મેન ની વિવિધ ૧૦ કેટેગરીઝનાં વિજેતાઓને રૂ. ૩,૧૨,૦૦૦ નાં રોકડ ઇનામો, મેડલ્સ અને સર્ટિફિકેટસનું વિતરણ કરવામાં આવેલ.
આ સ્પર્ધાને સફળ કરવામાં સર્વશ્રી જયદીપસિંહ સરવૈયા - પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી અને હેડ કોચ,ᅠધર્મરાજસિંહ જાડેજા - કોચ, યોગેશ ચાવડા, દેવેન્દ્ર રાણા, યશ ભાલોડિયા, મયંક પરમાર, વિશેષ પરમાર, દર્શિત કટારીયા, વૈભવી સાવલિયા, કળપાલી બોરીયા, નમન ચાવડા, પળથ્વીરાજ લાલચંદાની, શ્રી પરેશ વડગામા, શ્રી પરિમલ જોશી, શ્રી મહેન્દ્ર ત્રિવેદી તથાં આર. કે. સ્કૂલ ઓફ ફિઝિયોથેરાપીનાં પ્રો. ડો. પ્રિયાંશુ રાઠોડ, પ્રો. ડો. અમિત શર્મા, ડો. પૂજા આહીર, ડો. નીશી કાનાબાર, ડો. મેહુલ ડાભી, ડો. દીપેન્દ્ર ગઢીયા, વિગેરેનું મહત્વનું યોગદાન રહેલ.
સમાપન સમયે શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીએ માનવંતા મહેમાનો, ગુજરાત બેડમિન્ટન એસોસિએશનનાં ૧૦ એક્સપર્ટ ટેકનિકલ ઓફિશીયલ્સની ટીમ, ખેલાડીઓ તથાં ઉદાર હૃદયથી ફાળો આપનાર શ્રી ગજાનન કે.એસ.કે., સ્વ. શ્રી લક્ષ્મણભાઈ વી. રાઠોડ ફાઉન્ડેશન, દેવ રિયાલિટીઝ, સુંદરમ ગ્રુપ, પ્રાઇડ રિસોર્ટ, પરિવાર માર્ટ, યોનેક્સ, સનરાઈઝ સ્પોર્ટસ (ઇન્ડિયા) પ્રા. લિમિટેડ તથાં સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત, વિગેરે પ્રયોજકોનો આભાર માની, ગુરુપૂર્ણિમાનાં શુભ દિને સર્વે ગુરુદેવોને પ્રણામ અર્પણ કરેલ.
(2:59 PM IST)










