હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિદ્યાર્થીઓ પોતે જ રાખડી બનાવશે, પોતે જ વેચશે, અને એ આવક આપશે સરહદ પાર રક્ષા કરતા જવાનોના ‘‘સૈનિક કલ્યાણનિધિ ફંડ''માં
પતંજલી સ્કૂલના વિદ્યાર્થીઓ ૧૦ હજાર રાખડીઓ બનાવશે, ૧૧૦૦ રાખડીઓ સૈનિકોને મોકલશે

રાજકોટ : ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એટલે રક્ષાબંધન.ભાઈ બહેનના નિશ્વાર્થ અને નિર્વ્યાજ પવિત્ર સંબંધને વ્યકત કરતું પર્વ છે રક્ષાબંધન. આ પર્વમાં સૂતરનો તાંતણો બાંધીને બહેનના રક્ષણ કરવાનું એક મજબૂત વચન ભાઈ આપે છે. આપણા શાષાોમાં પણ આ પર્વનો ઉલ્લેખ છે કે જેમાં ધર્મના ભાઈએ પોતાની બહેનની કોઈપણ ભોગે રક્ષા કરી હોય. આ એ પર્વ છે જ્યારે દરેક ભાઈને પોતાની બહેન યાદ આવે છે. આ પર્વ અંતર્ગત પતંજલિ સ્કૂલસ દ્વારા માતળભૂમિના રક્ષણ માટે સીમાઓ પર પોતાની જાનની બાજી લગાવનાર સેનાના જવાનોને યાદ કરીને રાખડી દ્વારા તેમને મદદ કરવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે. દરેક દેશવાસી નિરાંતની ઊંઘ માણી શકે, દરેક તહેવારો આનંદ ઉલ્લાસથી ઉજવી શકે તે માટે જાનની બાજી લગાવનાર સૈનિકોની મદદ અને કાળજી માટે ૅસૈનિક કલ્યાણનિધિ ફંડઙ્ઘ હોય છે તેમાં વિદ્યાર્થીઓ દ્વારા હેન્ડ મેડ રાખડી બનાવીને અને તેના વેચાણમાંથી થયેલ રકમ આપવામાં આવશે.
આપણા દેશ માટે લડતા લડતા શહીદ થયેલા સૈનિકો અને ઘાયલ થયેલા સૈનિકોના પરીવાર માટે એક ઉષ્મા પુષ્પ એટલે સૈનિક કલ્યાણનિધિ ફંડ. પતંજલિ સ્કૂલસ દ્વારા અનેકવિધ પ્રવળતિ દ્વારા અત્યાર સુધીમાં પંદર લાખથી પણ વધારે દાન સૈનિક કલ્યાણનિધિ માટે અર્પણ કરેલ છે.
આ વર્ષે વિદ્યાર્થીઓ દ્વારા હેન્ડમેડ રાખડી બનાવી અને તેના વિચાણમાંથી આવેલ આવકને સૈનિક કલ્યાણનિધિ ફંડ માટે અર્પણ કરવામાં આવશે આ માટે પતંજલિ સ્કૂલસમાં શાળા દ્વારા રાખડી બનાવવા માટે મટીરીયલ્સ આપવામાં આવ્યું છે. જેના દ્વારા વિદ્યાર્થીઓ અલગ-અલગ પ્રકારની આકર્ષક અને કલાત્મક રાખડી બનાવશે. તેમજ તે રાખડીનું વેચાણ કરીને મેળવેલ સંપૂર્ણ રકમ સૈનિક કલ્યાબ્રનિધિ ફંડમાં અર્પણ કરવામાં આવશે. આ વર્ષે દસ હજારથી પણ વધારે રાખડી બનાવવામાં આવશે અને એક હજાર રાખડી બોર્ડર ઉપર ફરજ નિભાવતા સૈનિકોને મોકલવામાં આવશે. કારણ કે પોતાના ભાઈને તો સહજ કોઈ રાખડી બાંધતું હોય છે પરંતુ, જે સૈનિક કોઈ એક ઘર કે પોતાની બહેનની નહીં પરંતુ સમગ્ર દેશની રક્ષા કરે છે તે વીર જવાનોને રાખડી બાંધી તેઓ પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરવાનો આ અણમોલ અવસર.
પતંજલિ સ્કૂલસના સંચાલક શ્રી વિનોદભાઈ કાછડીયાએ જણાવ્યું હતું કે, ધો-૬થી ધો.-૮ ના ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ રાખડી બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે. શાળામાં જે રાખડી બનાવવામાં આવશે. તે માર્કેટ પ્રાઈસ કરતાં લગભગ અડધી કિંમતે મળશે. વિદ્યાર્થીઓ રાખડી બનાવીને તથા વેચીને દેશ માટે કંઈક કર્યાનો આનંદ મેળવશે તો ખરીદનાર વ્યકિત પણ રાખડીની ખરીદી કરીને દેશ અને સૈનિકો માટે નાનકડું યોગદાન આપવાનો આનંદ પ્રાપ્ત કરશે. દેશ પ્રેમ વ્યકત કરતા સૈનિકોને મદદરૂપ થવા માટે રાખડી મેકિંગ અને સેલિંગના આ પ્રોજેકટને વધુમાં વધુ લોકો આવકારે અને રાખડી ખરીદી સહયોગ કરે તે ભાટે અલગ-અલગ સમય અને સ્થળ પર થી લોકો રાખડી મેળવી શકશે.
આ રાખડી વધુને વધુ લોકો સુધી પહોંચાડી શકીએ તે હેતુથી પતંજલિ શાળા દ્વારા શહેરમાં આપેલ તારીખ, સમય અને સ્થળ પર રાખડી મેળવી શકશો.
કોઇ સંસ્થા અથવા ઇન્ડસ્ટ્રીઝમાં સૈનિક કલ્યાણનિધિ ફૂડ માટે રાખડી આપવાની ઇચ્છા હોય તો તેઓ પતંજલિ સ્કૂલ્સ (મવડ) મો. ૯ર૭૬૮૦૩૩૭૪, પતંજલિ વિદ્યાલય (દેવપરા) મો. ૯ર૭૬૮૦૩૩૮૪, ઇશાવાસ્યમ (દેવપરા) મો. ૯૦૯૯૯૯૮૦પર, જીવનધારા (સ્વાતિ પાર્ક) મો. ૮૩ર૦૬૧૭૩૧પ નો સંપર્ક કરી શકાય છે. (તસ્વીરફ સંદિપ બગથરીયા)
આ સ્થળોએથી પણ રાખડી મળશે
ક્રમ વિગત તારીખ સમય
(૧) ડી-માર્ટની સામે, ઓવરબ્રીજ પાસ,ે ગુરૂકુળ પાસે, ગોંડલ રોડ, ર૯-થી
તા. ર૯ થી તા. ૩૧
(ર) ડી-માર્ટની સામે, લાલ પાર્ક મેઇન રોડ, શ્રદ્ધા સોસા. પાસે (સોમવાર) સાંજે
કોઠારીયા રોડ, તા. ૩૧ (સોમવાર) થી પ થી ૭
(૩) આનંદ બંગલા ચોક, મવડી મેઇન રોડ, રાજકોટ (બધુવાર) વાગ્યા સુધી
(૪) લેટેસ્ટ મોબાઇલ, બાપા સીતારામ ચોક, મવડી રાજકોટ
(પ) દેવપરા શાકમાર્કેટ, શિવશકિત કિરાણા ભંડારની બાજુમાં,
કોઠારીયા રોડ
(૬) ઓપરો પોઇન્ટ બિલ્ડીંગ પાસે, કોઠારીયા ાગમના
ગેઇનની સામે










