હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શ્રી રોયલપાર્ક સંઘના આંગણે રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મ.સા.ના સુશિષ્યા પરમ દિવ્યતાજી મહાસતીજી આદિ ઠાણાના સાંનિધ્યે ચાતુર્માસના ધર્મ આરાધના
પ્રવચન, વાંચના, શિશુ શિબીર, યુવા-મહિલા-પુત્રવધુ શિબીર, પ્રતિક્રમણ યોજાશે

રાજકોટ, તા.૨૪: શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ, સી.એમ. શેઠ પૌષધશાળા, ઓમાનવાલા ઉપાશ્રયના આંગણે તપસમ્રાટ પૂજ્ય શ્રી રતિલાલજી મહારાજ સાહેબના કળપાપાત્ર સુશિષ્ય રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્યા પૂજ્ય શ્રી પરમ દિવ્યતાજી મહાસતીજી આદી સતીવળંદના સાંનિધ્યે ચાતુર્માસના સમય દરમિયાન અનેક પ્રકારના આત્મહિતકારી આયોજન દ્વારા ભાવિકોને ધર્મ આરાધના કરાવવામાં આવશે.
દરરોજ સવારે ૯:૧૫ થી ૧૦:૧૫ કલાક દર્રીમ્યાન પરમ મહાસતીજીનું પ્રવચન એવમ ૧૦:૩૦ થી ૧૧ કલાક દરમ્યાન ‘મારી પ્રભુ સાથે વાત'માં પરમાત્માની વાણી એવા શ્રી ઠાણાંગ સૂત્ર પર પરમ મહાસતીજી વાંચના ફરમાવશે. નાના નાના બાળકો માટે ૧૧:૩૦ થી ૧૨:૩૦ કલાકે એવમ સાંજે ૫ થી ૭ કલાક દરમ્યાન શિશુ દર્શન રહેશે જેમાં બાળકોને દરરોજ અનુકૂળ કોઈપણ એક સમયે થોડી ક્ષણો માટે આવી, પરમ મહાસતીજીના દર્શન કરી, તેમને સમજાઈ તેવી સહજ શૈલીમાં પ્રભુ જ્ઞાન, મોરલ વેલ્યૂ એવમ સક્સેસની માસ્ટર કી શીખવવામાં આવશે સાથે આપેલ ટાસ્ક ફૂલફીલ કરનાર બાળકને એટ્રેક્ટિવ ગિફ્ટ્સ આપવામાં આવશે.
દર રવિવારે યુવાનો માટે સ્પેશિયલ યંગસ્ટર શિબિર સવારે ૯:૧૫ થી ૧૦:૩૦ કલાક દરમ્યાન એવમ બાળકો માટે સ્પેશિયલ કિડ્સ શિબિરનું આયોજન ૧૦:૩૦ થી ૧૧:૩૦ કલાક દરમ્યાન કરવામાં આવેલ છે. દર સોમવારે અને ગુરૂવારે રાત્રે ૮:૩૦ થી ૯ કલાક દરમ્યાન શિબિર સ્પેશિયલી ફોર ગર્લ્સ - ૧૫ to ૩૦ એજ ગ્રુપ માટે આયોજન રાખેલ છે.
જયારે દર મંગળવારે બપોરે ૪ થી ૫ કલાક દરમ્યાન શ્રી સંઘના મહિલા મંડળના બહેનો માટે શિબિરનું આયોજન રહેશે. દર બુધવારે બપોરે ૪ થી ૫ કલાક દરમ્યાન શ્રી સંઘના પુત્રવધુ મહિલા મંડળના બહેનો માટે શિબિરનું આયોજન રહેશે. દર શુક્રવારે બપોરે ૩:૩૦ થી ૫ કલાક દરમ્યાન રાજકોટના સર્વ મહિલા મંડળના બહેનો માટે શિબિરનું આયોજન રાખવામાં આવેલ છે.
આ ઉપરાંત દરરોજ સાંજે ૭:૧૫ કલાકે પ્રતિક્રમણનું આયોજન કરવામાં આવેલ છે. ધર્મપ્રેમી ભાવિકોને આયોજિત દરેક કાર્યક્રમમાં લાભ લેવા સંઘપ્રમુખ ચંદ્રકાંત ભાઈ શેઠ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.










