<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

લાખાજીરાજ શાકમાર્કેટ ભયગ્રસ્‍ત જાહેર : ૧૦૪ વેપારીઓને ૫ દિ'માં ખાલી કરવા નોટીસ

શહેરની ઐતિહાસીક ધરોહરોનું બાંધકામ નબળુ પડતા એસ્‍ટેટ શાખાની કાર્યવાહી : તંત્ર દ્વારા ટૂંકી મુદત અપાતા થડા ધારકો, દુકાનદારો, વખાર માલીકો દ્વારા નોટીસનો અસ્‍વીકાર : મનપા દ્વારા દિવાલે નોટીસ ચોંટાડાઇ

રાજકોટ તા. ૨૪ : શહેરની ઐતિહાસીક લાખાજીરાજ શાક માર્કેટનું બાંધકામ નબળુ પડતા તેને મનપા દ્વારા ભયગ્રસ્‍ત જાહેર કરી ખાલી કરાવવા નોટીસો આપવામાં આવી છે.

મનપાના એસ્‍ટેટ મેનેજર દીપેન ડોડીયાના જણાવ્‍યા મુજબ ધર્મેન્‍દ્ર રોડ સ્‍થિત લાખાજીરાજ માર્કેટ દાયકાઓ જૂની છે. હાલ તેની બાંધકામની સ્‍થિતિ નબળી પડતા તેને ભયગ્રસ્‍ત જાહેર કરી માર્કેટના થડા ધારકો, દુકાનદારો તથા વખાર માલીકોને નોટીસ આપી ૫ દિવસમાં ખાલી કરવા જણાવાયું છે.

આ લાખાજીરાજ શાક માર્કેટના કુલ ૧૦૪ જેટલા વેપારીઓને મનપાની એસ્‍ટેટ શાખા દ્વારા નોટીસ પાઠવી જગ્‍યા ખાલી કરી દેવા જણાવવામાં આવ્‍યું છે. જો કે મનપા દ્વારા ટુંકી મુદત આપવામાં આવતા વેપારીઓ દ્વારા નોટીસ સ્‍વીકારવાની ના પાડવામાં આવતા તંત્ર દ્વારા તેને દિવાલ ઉપર ચોંટાડવામાં આવી હતી.

(3:06 PM IST)