<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

રાજકોટ કાનાલૂસ પ્રોજેકટઃ NDDB વિરૂધ્‍ધ કલેકટરનો મહત્‍વનો ચૂકાદો

કોર્ટ કેસમાં લીટીગેશન ચાલતા હશે તો જે નિર્ણય આવશે તે પક્ષકારોને બંધનકર્તાઃ ગામ દફતરે નોંધ કરવા આદેશો : ખંઢેરીની કરોડોની ૩૯પ૭ ચો. મી. જમીન શ્રી સરકાર દાખલ કરવા પ્રભવ જોષીનો હુકમઃ હવે આ જમીન રેલ્‍વેને અપાશે

રાજકોટ તા. ર૪ :.. રાજકોટ જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીએ મહત્‍વનો કેસ ચાલી જતા રાજકોટ-કાનાલૂસ રેલ્‍વે ડબલીંગ પ્રોજેકટમાં નેશનલ ડેરી ડેવલપેન્‍ટ બોર્ડ વિરૂધ્‍ધ ચૂકાદો આપી ખંઢેરી ગામે સહકાર વિભાગને વહીવટી હુકમ-૩ હેઠળ ફાળવાયેલ સર્વે નં. ૬પ (નવા સર્વે નંબર-ર૬ર) વાળી કુલ ૧૦ એકર ૩૮ ગૂંઠામાંથી ૩૯પ૭ ચો. મી. જમીન શ્રી સરકાર દાખલ કરવા હુકમ કર્યો છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખંઢેરી ગામના સ.નં.૬૫ ની જમીન એ.૧૦-૩૮ ગુ. જમીન વહીવટી હુકમ નં.૩ તળે સરકારના સહકાર વિભાગને તબદીલ કરવામાં આવેલ છે. અત્રેના આ જમીન કેટલફીડ મીલીંગ પ્‍લાન્‍ટ માટે કલમ-૩ ની જોગવાઈને આધિન ખાસ અધિકારી રીજીયોનલ ડેરી ડેવલપમેન્‍ટ ઓફીસરને કબજો સોંપી આપવાનો હુકમ કરવામાં આવેલ. બાદમાં સરકારશ્રીના સહકાર વિભાગના તા.૩૧-૩-૧૯૭૦ ના કરારથી સવાલવાળી જમીન ગુજરાત એગ્રો ઈન્‍ડસ્‍ટ્રીઝ ત્‍યારબાદ આ જમીન ગુજરાત એગ્રો ઈન્‍ડસ્‍ટ્રીઝ કોર્પોરેશન દ્વારા રજીસ્‍ટર નં.૨૫૩૨ તા. ૧૨-૭-૧૯૮૫ ના કરારથી ગુજરાત ડેરી વિકાસ નિગમના નામે તબદીલ થયાનું જણાય છે. કેટલફીડ ફેકટરીના નાયબ જનરલ મેનેજરની તા.૨૫-૨-૧૯૯૪ ના પત્રથી સવાલવાળી જમીન જે સરકાર હેડે ચાલતી હતી. તે તા.૧૮-૧૦-૧૯૬૭ ના હુકમ મુજબ ગુજરાત ડેરી ડેવલપમેન્‍ટ બોર્ડના નામે કરવા હકકપત્રકે નોંધ નં.૪૯૯ તા.૨૫-૨-૧૯૯૪ દાખલ થયેલ છે. બાદમાં સરકારશ્રીના કળષિ અને સહકાર વિભાગ, ગાંધીનગરના ઠરાવ તા.૭-૨-૨૦૦૫ થી ગુજરાત ડેરી વિકાસ નિગમ હસ્‍તકની સૌરાષ્‍ટ્ર વિસ્‍તારની બંધ ડેરીઓ તથા કેટલફીડ ફેકટરી નેશનલ ડેરી ડેવલપમેન્‍ટ બોર્ડ, આણંદને તબદીલ કરવા ઠરાવેલ છે. જેની નકલ સરકારના મહેસુલ વિભાગને મોકલવામાં આવેલ છે. પરંતુ સરકારના મહેસુલ વિભાગ તરફથી આવી તબદીલીના કોઈ હુકમો થયેલ હોય તો તે અંગેના આધારો કે તે મુજબની કોઈ નોંધ હકકપત્રકે કે રેવન્‍યું રેકર્ડમાં દાખલ થયેલ નથી. નોંધ નં.૯૯૭ ની વિગને સવાલવાળી જમીનનું કન્‍વેયન્‍સ ડીડ તા.૨૬-૩-૨૦૦૭ થી નેશનલ ડેરી ડેવલપમેન્‍ટ બોર્ડના નામે તબદીલ થયેલ છે. સવાલવાળી જમીન રેવન્‍યું રેકર્ડમાં હાલ ૧ ‘‘શ્રી નેશનલ ડેરી ડેવલપમેન્‍ટ બોર્ડ સંચાલિત કેટલ ફીડ ફેકટરી ખંઢેરી'' ના નામે ચાલે છે. જમીન સંપાદન અધિકારી અને પ્રાંત અધિકારી, રાજકોગ ગ્રામ્‍ય, રાજકોટ ધ્‍વારા રાજકોટ-કાનાલુસ રેલ્‍વે ડબલીંગ પ્રોજેકટ માટે સદરહુ જમીન પૈકીની જમીન સંપાદન કરવાની થતી હોય, ધ રેલ્‍વે એકટની કલમ-૨૦(એ) અન્‍વયે તા.૬-૫-૨૦૨૨ ના રોજ પ્રાથમીક જાહેરનામું બહાર પાડેલ. જેમાં આ જમીન સ.નં.૨૬૨ પૈકી ૮૪૪૬-૫૩ ચો.મી. સરકારી જમીન તરીકે દર્શાવવામાં આવેલ. ત્‍યારબાદ સદરહું જમીનની સંયુકત માપણીમાં આ જમીન ચો.મી. ૩૯૫૭-૦૦ થયેલ હોય. તે મુજબ જમીન ચો.મી. ૩૯૫૭-૦૦ સંપાદક સંસ્‍થાને ફાળવવાની થાય છે. જે બાબતે સદરહુ કેસ ઉપસ્‍થિત થયેલ હતો.

 રજિસ્‍ટર્ડ કન્‍વેયન્‍સ ડીડના આધારે, મિલકતના ટાઇટલ નેશનલ ડેરી ડેવલગ્‍મેન્‍ટ બોર્ડના નામે કરવામાં આવેલ છે. તદઉપરાંત, રજિસ્‍ટર કન્‍વેયન્‍સ ડીડ સંબંધિત સરકારી વિભાગો સાથે પરામર્શ કરીને અને ઉપર સાથે જોડાયેલા પત્રવ્‍યવહાર/હુકમોના આધારે કરવામાં આવી હતી.

ઉપરોકત દસ્‍તાવેજોના અવલોકનથી, NDDB પાસે મિલકતનું ટાઈટલ સ્‍પષ્ટ છે. જ્‍યાં સુધી મહેસૂલ વિભાગના હુકમ અને મહેસૂલ વિભાગના રેકોર્ડમાં એન્‍ટ્રીનો સબંધ છે. સામાવાળા સ્‍પષ્ટ કરવા માંગીએ છીએ કે, NDDB ને લેણાંની પતાવટ તરફ મિલકતના ટ્રાન્‍સફર અંગેની માહિતી ગુજરાત રાજયના કળષિ અને સહકાર વિભાગ દ્વારા કરવામાં આવી છે. વધુમાં, મહેસૂલ વિભાગના તા.૩૦-૩-૨૦૦૫ ના હુકમથી ઞ્‍ઝબ્‍ઘ્‍ન્‍ થી NDDB ને તબદીલ થયેલ મિલ્‍કતોમાં આવા ટ્રાન્‍સફર/કન્‍વેયન્‍સ ડીડ પર સ્‍ટેમ્‍પ ડયુટી મુક્‍તિ આપેલ છે. NDDB દ્વારા જરૂરી નોંધણી ફી મોકલ્‍યા પછી GDDCL અને NDDB વચ્‍ચે કન્‍વેયન્‍સ ડીડનો અમલ કર્યા પછી મહેસૂલ વિભાગે સમયસર જમીન NDDB ની તરફેણમાં ટ્રાન્‍સફર કરવા માટે જરૂરી પગલાં લીધા નથી. તેથી, ઉપરોક્‍ત જમીનના ટ્રાન્‍સફર વિશે મહેસૂલ રેકોર્ડમાં વિગતો દાખલ કરવા માટે મહેસૂલ વિભાગ દ્વારા પાલન ન કરવા માટે જમીન પર NDDB કાનૂની અધિકારો પૂર્વગ્રહ રાખી શકાય નહીં.

હાલમાં, ઉપરોક્‍ત મિલકત અને તેના પર ઉભેલા માળખાનો ઉપયોગ NDDB દ્વારા ડેરી પ્રવળત્તિ માટે કરવામાં આવે છે. આથી, જમીન પર ઉભેલા માળખાનõ NDDB દ્રારા તા.૨૬-૩-૨૦૧૮ ના રોજ નોંધાયેલ લીઝ ડીડ દ્વારા ‘‘માહી મિલ્‍ક પ્રોડ્‍યુસર કંપની લિમિટેડ'', રાજકોટ નામની દૂધ ઉત્‍પાદક કંપનીને લીઝ પર આપવામાં આવી છે. આમ, ઉક્‍ત ઈમારતો સહિતની જમીન હાલમાં ગરીબ ખેડૂતોના લાભાર્થે ડેરી પ્રવળત્તિઓ હાથ ધરવાના હેતુનો ઉપયોગમાં લેવાય છે.

ઉપરોક્‍ત વિગતો જોતાં, એ બાબત સ્‍પષ્ટ છે કે, આપ દ્વારા આપવામાં આવેલ કારણદર્શક નોટીસમાં દર્શાવેલ નોટીસનો NDDB દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. અને આ માટે ગુજરાત સરકાર ધ્‍વારા જરૂરી એવા તમામ પગલા લઇ આ મિલ્‍કત NDDB વિશિષ્ટ માલિક તરીકે આપેલ છે.

કન્‍વેયન્‍સ ડીડની નોંધણી કરીને વિશિષ્ટ માલિક તરીકે NDDB ની તરફેણમાં થયેલ કરારો એટલે કે, BIFR ઓર્ડર, એમઓયુ, ત્રિપક્ષીય કરાર વિગેરેમાં ગુજરાત સરકાર પક્ષકાર તરીકે હતા. તેથી મહેસૂલ વિભાગ પાસેથી પરવાનગી મેળવવાનો પ્રશ્ન રહેતો નથી.

ઉપરોક્‍ત ખુલાસાઓ/કારણોને ધ્‍યાનમાં રાખીને, ન્‍યાયના હિતમાં કારણદર્શક નોટીસ પાછી ખેંચી લેવા અરજ કરેલ છે. કેસની વિગતો જોતાં, પડધરી તાલુકાના ખંઢેરી ગામના સ.નં.૬૫ (નવા સ.નં.૨૬૨) વાળી જમીન એ.૧૦-૩૮ ગું. ગુજરાત જમીન વહીવટી હુકમ નં.૩ તળે સરકારના સહકાર વિભાગને વિના મુલ્‍યે તબદીલ કરવામાં આવેલ. સરકારની જોગવાઇ મુજબ વહીવટી હુકમ-૩ તળે ફાળવેલ જમીનોની સરકારને અન્‍ય હેતુ માટે જરૂરીયાત હોય ત્‍યારે વિના વળતરે પરત લઇ. સંબંધિત પ્રોજેકટ માટે ફાળવવાની થાય છે. સદરહુ જમીન મુળથી સરકારશ્રીના મહેસુલ વિભાગની હતી. હાલમાં સદરહુ જમીન રાજકોટ-કાનાલુસ રેલ્‍વે લાઇનના ડબલીંગના પ્રોજેકટ માટે ફાળવેલ જમીન પૈકી ૩૯૫૭-૦૦ ચો.મી. જમીન ભારત સરકારના રેલ્‍વે વિભાગને ફાળવવી આવશ્‍યક છે. જેથી આ મુજબ હુકમ કરવામાં આવે છે.

પડધરી તાલુકાના ખંઢેરી ગામે સરકારના સહકાર વિભાગને વહીવટી હુકમ-૩ હેઠળ ફાળવવામાં આવેલ સ.નં.૬૫ (નવા સ.નં.૨૬ર) વાળી જમીન એ.૧૦-૩૮ ગું. માંથી જમીન ૩૯૫૭-૦૦ ચો.મી. સરકાર દાખલ કરવા હુકમ કરવામાં આવે છે. સવાલવાળી ખંઢેરી ગામની સરકાર દાખલ થયેલ જમીન ભારત સરકારના રેલ્‍વે વિભાગ ધ્‍વારા રાજકોટ-કાનાલુસ રેલ્‍વે લાઇનના ડબલીંગના પ્રોજેકટ માટે ૩૯૫૭-૦૦ ચો.મી.ની માંગણી રજૂ થયે. નિયમોનુસાર રેલ્‍વે વિભાગને ફાળવવાની આગળની કાર્યવાહી કરવાની રહેશે.

સદરહું જમીન પરત્‍વે અન્‍ય કોઈ કોર્ટ કેસમાં લીટીગેશન ચાલતા હશે તો તેમાં જે નિર્ણય આવશે. તે તમામ પક્ષકારોને બંધનકર્તા રહેશે. પક્ષકારોને જાણ કરવી, ગામ દફતરે નોંધ કરવી.

(3:06 PM IST)