હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રવિવારે જન્માષ્ટમી કાર્યાલય ઉદ્ઘાટનઃ ૨૬ ઓગષ્ટે ભવ્ય શોભાયાત્રા
રાધા શોધે મોરપિચ્છને શ્યામ શોધતા ઝાંઝરિયા, રાધિકાની આંખ જપે છે સાંવરિયા ઓ સાંવરિયા નાગર બોર્ડીંગમાં કાર્યાલય ધમધમશેઃ ઉદ્ઘાટન બાદ ભરપેટ (નાસ્તા) પ્રસાદઃ કૃષ્ણ ભકતોને જાહેર નિમંત્રણઃ હરખની હેલી

રાજકોટ,તા. ૨૪: છેલ્લા ૩૮ વર્ષથી અલગ-અલગ થીમ અને પ્રેરક સૂત્રો ર્ેારા ભગવાન શ્રીકૃષ્ણના જન્મને વધાવવા વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમી શોભાયાત્રા રંગે-ચંગે ઉજવવામાં આવે છે. જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત શરૂ કરી દેવામાં આવી છે. જેના પ્રથમ ચરણના ભાગ રૂપે જન્માષ્ટમી મહોત્સવ સમિતિનું કાર્યાલય તા. ર૮ જુલાઈને રવિવારના રોજ સાંજે ૭ કલાકે નાગર બોર્ડીંગ, ટાગોર રોડ, વિરાણી હાઇસ્કૂલ સામે થશે.
‘નાગર બોર્ડીંગ', વીરાણી હાઈસ્કૂલ સામે, ટાગોર રોડ, રાજકોટ ખાતે શરૂ મઘ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે અનેક સાધુ, સંતો, મહંતો, સામાજીક, ધાર્મિક સંસ્થાના હોદેદારો ગત વર્ષની જન્માષ્ટમીના ફલોટ સુશોભન અને લત્તા સુશોભનના વિજેતા મંડળો અને ધર્મપ્રેમી જનતા તથા તમામ હિન્દુ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર છે. ૨૬ ઓગષ્ટે જન્માષ્ટમીના દિવસે ભાજપ શોભાયાત્રા નીકળશે.
દર વર્ષે કાર્યાલય ખાતે હજારો લોકો મુલાકાત લ્યે છે. આ કાર્યાલય ખાતેથી સંસ્થાની નોંધણી, ફલોટ સુશોભનની નોંધણી, લત્તા સુશોભનના ફોર્મ ભરવા અને સ્વીકારવા, ગ્રુપ મીટીંગો, કાર્યક્રમની તૈયારીના ભાગ રૂપે કમીટીની બેઠકો, સંસ્થા મંડળોને પોતાના વિસ્તાર સણગારવા માટે ઘ્વજા, પતાકા, ઝંડી, બેનર, સ્ટીકર, થેલી, કિચન, પોકેટ ડાયરી સહિતના સાહિત્યોનું વેચાણ, વિતરણ, શોભાયાત્રામાં જોડાતી સંસ્થાઓને વાહનની ફાળવણી માટે રજીસ્ટ્રેશન, ફલોટના રજીસ્ટ્રેશન સહિતની અનેકવિધ કામગીરીઓ આ કાર્યાલય ખાતેથી દર વર્ષે થતી હોય છે.
જન્માષ્ટમીની ઉજવણીના ભાગ રૂપે અનેક જવાબદારીઓ પણ સોંપવામાં આવતી હોય છે જે અંતર્ગત આજરોજ પૂર્વ તૈયારીના ભાગ રૂપે તથા મહોત્સવને લગતી કામગીરીની સમીક્ષા અને સંકલન માટે મુખ્ય આગેવાનોની બેઠકનું આયોજન આજરોજ વિ.હિ.પ. કાર્યાલય ખાતે કરવામાં આવ્યુ છે જેમાં આગેવાનો ઉપસ્થિત રહી હવે પછીની કાર્યક્રમની રૂપરેખા ઘડી કાઢશે.
વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિના શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, વિનુભાઈ ટીલાવત, નિતેશભાઈ કથીરીયા, કૃણાલભાઈ વ્યાસ, વનરાજભાઈ ગેરૈયા, સુશીલભાઈ પાંભર, મનોજભાઈ ડોડીયા, હર્ષીદભાઈ ભાડજા, આલાપભાઈ બારાઈ, હર્ષભાઈ વ્યાસ દ્વારા રાજકોટના તમામ યુવક મંડળ, સામાજીક મંડળ, ધાર્મિક સંસ્થા, મંડળના શ્રેષ્ઠીઓ, તમામ જ્ઞાતિ, સમાજના આગેવાનો, ટ્રાન્સપોર્ટર ભાઈઓ, હિન્દુ ધર્મપ્રેમીઓ, શુભચિંતકો, હિતેચ્છુઓને જન્માષ્ટમી મહોત્સવ સમિતિ કાર્યાલય શુભારંભ પ્રસંગે પધારવા વિ.હિ.પ. પ્રેરીત શ્રી જન્માષ્ટમી મહોત્સવ સમિતિ તરફથી ભાવભર્યુ આમંત્રણ અને હાર્દિક અપીલ છે. તેમ પ્રેસમીડીયા ઈન્ચાર્જ પારસ શેઠ દ્વારા જણાવાયું છે.










