News of Wednesday, 24th July 2024
યાંત્રિક રાઇડ માલીકોની માંગણી : ટીકીટના દર ૪પ નાબદલે પ૦ કરી આપોઃ પાંચ રૂપીયા છુટા કયાં લેવા જવા?: માથાકુટ સર્જાશે
લોકમેળા રોજે રોજ નવા પ્રશ્નો : તેમજ બે પ્લોટમાં ત્રણ રાઇડ બેસાડી શકાય કે નહી? નહીતર ખર્ચો લાંબો થઇ જાય : લોકમેળામાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ : હજુ માત્ર ૧૪ ફોર્મ ભરાયાઃ રપ૮ ઉપડયા

રાજકોટ, તા., ૨૪: આગામી તા.ર૪ ઓગષ્ટથી રાજકોટનો કલેકટર તંત્ર આયોજીત ભવ્યાતિભવ્ય લોકમેળો યોજાનાર છે. પરંતુ આ વખતે લોકમેળામાં રોજ રોજ પ્રશ્નો ઉભા થઇ રહયા છે. ર દિ' પહેલા સ્ટોલ ઇચ્છુકોએ સ્ટોલમાં ભાવમાં ૧૦ થી ૧ર ટકાનો વધારો ઝીંકી દેવાયો તેનો વિરોધ કર્યો, હવે રાઇડ માલીકોએ પોતાના પ્રશ્નો આગળ વધાર્યા છે.
રાઇડ માલીક એસો.ના આગેવાન અને વર્ષોથી મેળાઓમાં પોતાની રાઇડો ઉભી કરનાર ઝાકીર બ્લોચે જણાવ્યું હતું કે અમારી મુખ્ય બે માંગણી છે. એક તો નાની રાઇડનો ભાવ ટીકીટ દર રૂા.૩પ છે તેના ૪૦ કરી આપો તથા મોટી રાઇડના દર રૂા. ૪પ રખાયા છે તેના રૂા. પ૦ કરી આપો. અમારે પ રૂપીયાના સિક્કા કે પ રૂા.ની નોટ તથા પાંચ રૂપીયા છુટા કયાં લેવા જવા, પાંચ દિ'ના મેળામાં ફરવા આવતા લોકો સાથે રોજેરોજ માથાકુટ સર્જાશે તેનો ભય છે.
ઝાકીર બ્લોચે જણાવેલ કે, આ ઉપરાંત બે રાઇડના પ્લોટમાં અમે ત્રણ રાઇડ બેસાડી શકીએ કે કેમ તે અંગે તંત્ર સ્પષ્ટતા કરે અન્યથા અમારે ખર્ચો વધી જશે. આ ઉપરાંત ગાંધીનગરથી જે એસઓપી આવી છે. તેમાં શુ વિગતો છે તે પણ જાહેર કરવી જરૂરી છે. તે ઉપરાંત નોટરી-સોગંદનામુ કયા પ્રકારે કરવાનું તેનું પણ ધ્યાન દોરાય તો કોઇ વાંધો આવી ન શકે.
અત્રે ઉમેરવુ જરૂરી કે લોકમેળામાં સ્ટોલ ઇચ્છુકોએ માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. આજે બપોરે ૧૨ સુધીમાં હજુ ૧૪ ફોર્મ ભરાયા છે. રપ૮ ફોર્મ ઉપડયા છે. ફોર્મ ભરવા-લેવાની મુદતમાં વધારો કરાય તેવી સ્ટોલધારકો-ઇચ્છુકોએ માંગણી કરી છે.
(3:50 PM IST)










