હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાણી વેરા પેટે મનપાને અધધ...રપ૧ કરોડનું લેણુ બાકી
જુના અને સંપ કનેકશનોનું લીંકઅપ તેમજ રદ કરેલા કનેકશનો અનલીક ન થતા વ્યાજ સાથે પાણી વેરાની આવક બાકી

રાજકોટ, તા., ૨૩: મહાનગરપાલિકા દ્વારા ૫.૪૫ લાખ ઘરોમાં દરરોજ ૨૦ મીનીટ પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેના માટે વર્ષે અબજો રૂપિયાનો ખર્ચો થઈ રહ્યો છે. છતાં પાણીવેરા પેટે મનપા ખર્ચના ૩૦ ટકા જેટલી રકમ પણ એકઠી કરી શકતું નથી. જેમાં ખાસ કરીને અગાઉ ફક્ત નામ ઉપર આપવામાં આવેલા નળ જોડાણો અને સંપ કનેક્શનોનું વેરીફીકેશન ન થતાં અને વેરાબીલમાં લીંક ન થતાં છેલ્લા ૧૦ વર્ષથી ૪૮૦૯૭ આસામીઓના પાણીના વેરા પેટે મહાનગરપાલિકાના ૨૫૧ કરોડની ઉઘરાણી અટવાઈ ગઈ છે. જેનો ઉકેલ શોધવાની મથામણ ચાલી રહી છે. પરંતુ મળી શકયો નથી. તેમ મનપાના વેરાવિભાગમાંથી જાણવા મળેલ છે.
આ અંગે મનપાના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ વર્ષે પહેલા વોટરવર્કસવિભાગ દ્વારા નળ જોડાણો ફક્ત નામ અને શેરી નંબરના આધારે આપવામાં આવ્યા હતાં. તમામ વિભાગનું કોમ્પ્યુટરાઈઝેશન કરવામાં આવ્યું અને પાણી વેરાબીલનો પણ મિલ્કતવેરાબીલમાં સમાવેશ કરી ફક્ત એક બીલમાં તમામ વેરો ભરપાઈ શકે તેવી વ્યવસ્થા ઉબી કરવામાં આવી છે. પરંતુ વર્ષો પહેલા અપાયેલા નળ જોડાણો ફક્ત નામ અને શેરી નંબરના આધારે આપવામાં આવ્યા હતા. નળ જોડાણ રદ કરી નવા નામથી નવું જોડાણ લઈ લીધું હોય અને એપાર્ટમેન્ટમાં સંપ કનેક્શનોમાં પણ લીંકઅપ થઈ શકેલ નથી. આથી આજ સુધીમાં ૪૮૦૯૭ મકાન ધારકો પાસેથી અબજો રૂપિયાનું લેણું બાકી રહી ગયું છે.
છેલ્લા ૧૨ વર્ષમાં વેરાવિભાગ દ્વારા અનલીક કરવાના થાય છે. અથવા લીંકઅપ કરવાના થાય છે. તે પૈકી ૪૮૦૯૭ નળ જોડાણોનો ટાંગામેળ આજ સુધી મળ્યો નથી અને વર્ષો વર્ષ વ્યાજ સહિત ચડત થતી રકમ ૨,૫૧,૭૦,૭૩,૫૯૮એ પહોંચી છે. છતાં દર વર્ષે પાણીના ખર્ચામાં મોટી ખાધ પડી રહી છે. તંત્ર દ્વારા કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. જેના લીધે મનપાની વાર્ષિક આવકમાં દર વર્ષે મોટુ ગાબડું જોવા મળી રહ્યું છે.










