હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લેબગ્રોન ડાયમંડ જ્વેલરીમાં રાજકોટની નવી ઓળખ બનતું દિઆમી જ્વેલર્સ
સુભાષ રાણપરાએ ‘શ્રીતલ મુખવાસ' બાદ રાજકોટનો સૌપ્રથમ લેબગ્રોન ડાયમંડનો શો-રૂમ દિઆમી જ્વેલર્સ શરૂ કર્યો : લેબગ્રોન ડાયમંડ ખાસ પ્રકારની લેબોરેટરીમાં ઉગાડવામાં આવે છે જેથી લેબમાં બનતા હિરા વાસ્તવિક હીરા જ છે : રાણપરા પરિવાર ‘અકિલા'ના આંગણે

તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે શ્રીતલ મુખવાસ અને દિઆમી જ્વેલર્સના માલિક સુભાષભાઇ રાણપરા તેમજ હાર્દિકભાઇ - વિશાલભાઇ રાણપરા અને પ્રશાંત બક્ષી તસવીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરિયા)
રાજકોટ, તા.૨૪ : કંઈક કરવું તો નવુજ કરવું, સખત મહેનત, પારદર્શિતા અને ક્વોલિટીમાં ક્યારેય બાંધછોડ નહીં કરો તો સફળતા ચોક્કસ મળશે. એવું દ્રઢ પણે માનતા સુભાષભાઈ રાણપરા કે જેઓએ શ્રીતલ મુખવાસ(૨૦૦૬) ની ભેટ આપી છે અને હવે રાજકોટમાં સૌપ્રથમ વખત લેબગ્રોન ડાયમન્ડ દિઆમી જવેલર્સ(૨૦૨૧) ની રાજકોટને ભેટ આપી છે.
સુભાષભાઈ રાણપરાનો જન્મ એડનમાં થયો અને ત્યારબાદ આફ્રિકાના જીબૂટીમાં રહ્યા બાદ વર્ષ ૧૯૯૭ રાજકોટમાં વ્હાઇટ ગોલ્ડ અને વ્હાઈટ ડિસ્પ્લે સાથે ડી'જીબ જવેલર્સ નામે શોરુમની શરુઆત કરી હતી. ૭ વર્ષ બાદ કંઈક નવુંજ કરવાના વિચાર સાથે વર્ષ ૨૦૦૬ માં ‘શ્રીતલ મુખવાસ' નામે સાહસિક પગલુ ભર્યું જેમા જવલંત સફળતા મેળવી જે આજે પણ ખુબજ લોકપ્રિય છે. હવે સુભાષભાઈએ ૩ વર્ષના ટુંકાગાળામાં ૨૦૨૧ થી રાજકોટનો સૌપ્રથમ લેબગ્રોન ડાયમંડનો શોરૂમ દિઆમી જવેલર્સ શરુ કર્યો છે જેને સૌરાષ્ટ્રભરમાંથી ખુબ સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
લેબગ્રોન ડાયમંડ ખાસ પ્રકારની લેબોરેટરીમા ઉગાડવામા આવે છે. નેચરલ બોર્ન બેબી તથા ટેસ્ટટ્યુબ બોર્ન બેબી વચ્ચે જેટલો તફાવત હોય છે તેટલો જ નેચરલ અને લેબગ્રોન વચ્ચે હોય છે. બન્ને હીરાને સરખાવવામાં આવે તો અનુભવી વ્યાપારી પણ તફાવત ના કરી શકે, જેથી લેબમા બનતા હિરા વાસ્તવિક હીરા જ છે. તે ખનીજ હિરાની જેમ સખત, ચમકદાર હોય છે જેને ‘બાયબેક' પણ કરી શકાય છે. આ હિરા માંથી તમામ પ્રકારની જવેલરી બનાવી શકાય છે.
દિઆમી જવેલર્સ સાથે સુભાષભાઈ લેબગ્રોન ડાયમંડ જવેલરીમાં તદન નવી જ વસ્તુ રાજકોટવાસીઓ માટે લઈ આવ્યા છે. ૪૦ વર્ષના ડાયમંડ શોર્ટિંગ અનુભવના કારણે હીરાની શ્રેષ્ઠ ક્વોલિટી જેમકે D-E-F કલર, VVS-VS ક્લેરિટી તથા V.Good-Excellent કટ સાથે કસ્ટમાઇઝ ડાયમંડ જવેલરીની વિશાળ રેન્જ સાથે શુભ શરુઆત કરી છે. આ સફળતા પાછળ સુભાષભાઈનું માનવું છે કે, કઈક કરવું તો નવુજ કરવું. સખત મહેનત, પારદર્શિતા અને ક્વોલિટીમાં ક્યારેય બાંધછોડ નહીં કરો તો સફળતા ચોક્કસ મળશે.
ઉલ્લેખનીય છે કે, જવેલરી માટે હિરા લેવામા આવે તેના ૧ પેકેટમાથી ૨૦-૩૦ ટકા હિરાજ પસંદ થાય છે જે શ્રેષ્ઠ કટીંગ, કલર અને ક્લેરિટીના હોય છે. તેજ હિરા આગળ જવેલરી પ્રોડકશનમા વપરાય છે. જેથી ગ્રોહકને સર્વશ્રેષ્ઠ હીરા મળી રહે છે. દિઆમી જવેલર્સમાં ડાયમંડ જવેલરીનું હોલમાર્કિંગ સાથે ડાયમંડનું સર્ટિફિકેટ પણ અપાય છે. સાથે બાયબેકની ગેરેંટી તો ખરાજ. ઉલ્લેખનીય છે કે, ડાયમન્ડ ક્ષેત્રે સુભાષભાઇને ૪૦ વર્ષનો બહોળો અનુભવ છે જેથી તેઓ લોકોને હિરાને કઇ રીતે જોવા તે પણ શિખવાડે છે.
અમેરિકાની સત્તાવાર મુલાકાતે ગયેલા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જો બાયડનનાં પત્ની જીલ બાયડનને (અમેરીકાના ફર્સ્ટ લેડી) ૭.૫ કેરેટનો લેબગ્રોન ડાયમંડની ભેટ આપી હતી. આ હિરો ખાણમાથી નહી પણ લેબોરેટરીમાં ‘ઉગાડવામાં' આવ્યો છે. CVD તથા HPHT પ્રોસેસથી લેબોરેટરીમાં તૈયાર થતાં આ ડાયમંડ ઈકો-ફ્રેન્ડલી અને પોકેટ ફ્રેંડલી હોય છે. આ કારણોસર લેબગ્રોન ડાયમંડની માંગ છેલ્લા ૩ વર્ષથી ખૂબજ વધી રહી છે.
જયારે ડાયમંડ ફોર-એવર કહેવાતુ ત્યાર હવે ડાયમંડ ફોર-એવરીવન કહેવાય છે. આવા અદભુત હિરાના શોખીનો માટે દિઆમી જવેલર્સ દ્વારા રાજકોટમા પહેલીવાર ‘જીવન મંગલ', રોકડિયા હનુમાન મંદિર વાળી શેરી, જલારામ પ્રાર્થના મંદિર કમ્પાઉન્ડ, ભિલવાસ, રાજકોટ - ૩૬૦૦૦૧. વધુ માહિતી માટે ૯૬૩૮૮૦૦૯૯૯ સંપર્ક કરી શકાય છે.










