<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

રાજકોટ યાર્ડ કમિશન એજન્‍ટ એસો.ના પ્રમુખપદે કમાણી-ઉપપ્રમુખે પરસાણા

અતુલભાઇ કમાણીની સતત ત્રીજી વખત પ્રમુખપદે નિયુકતી

રાજકોટ તા. ર૪ :.. રાજકોટ યાર્ડ કમિશન એજન્‍ટ એસો. ની કારોબારીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની નિયુકત કરાઇ હતી.

રાજકોટ યાર્ડમાં આજે કમિશન એજન્‍ટ એસોસીએશનની કારોબારી બોલાવવામાં આવી હતી. જેમાં કિશોરભાઇ દોંગાને વ્‍યવસાય અર્થે બહારગામ જવાનું હોઇ તેથી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને સર્વાનુમતે પ્રમુખપદે ફરીથી ત્રીજી ટર્મ માટે અતુલભાઇ કમાણી (શ્રી રામકૃપા એન્‍ટરપ્રાઇઝ) અને ઉપપ્રમુખ પદે મનસુખભાઇ પરસાણા (જય સીયારામ ટ્રેડર્સ) ની વરણી કરવામાં આવેલ છે. પ્રમુખ અતુલભાઇ કમાણી અને ઉપપ્રમુખ કિશોરભાઇ દોંગાને રાજકોટ યાર્ડના વેપારીઓએ અભિનંદન પાઠવ્‍યા હતાં.

 

અંબાજી મંદિરમાં ધજા ટ્રસ્‍ટ હસ્‍તક જ ચઢાવી શકશે ભકતો

ખાનગી કે મંદિરના બીજા મહારાજ પાસે ધજા ચઢાવી શકશે નહીં : સોમનાથ અને દ્વારકા બાદ અંબાજીમાં પણ ટ્રસ્‍ટ હસ્‍તક ધજાનો વહીવટ શરૂ થશે

ગાંધીનગર : તા,૨૪ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ધજા ચઢાવવાને લઈ ટ્રસ્‍ટ દ્વારા નિયમ તૈયાર કરવામાં આવ્‍યો છે. જેમાં અંબાજી મંદિરના શિખર પર ભક્‍તો ખાનગી કે મંદિરના બીજા મહારાજો પાસે ધજા ચઢાવી શકશે નહીં. અંબાજી ખાતે સખી મંડળ દ્વારા મહિલાઓ જાતે જ ધજા બનાવવાની કામગીરી કરી રહી છે. જેમાં અગાઉ એજન્‍ટો અને મહારાજ ૩,૦૦૦થી ૧૧,૦૦૦ રૂપિયા ભક્‍તો પાસેથી પડાવતા હતા.

અંબાજી ખાતે આવતા ભક્‍તો માતાજીના મંદિર ઉપર ધજા ચઢાવવાનું ખૂબ જ મહત્‍વ સમજે છે. અંબાજી ખાતે આવતા ભક્‍તો મંદિરમાં અલગ અલગ લોકો પાસે ધજા ચઢાવતા હતા. અંબાજી મંદિરમાં ધજા ચઢાવવાને લઈને અગાઉ પણ ઘણા વિવાદ થયેલા છે અને જેને લઈને ટેમ્‍પલ ટ્રસ્‍ટ દ્વારા હવે અંબાજી ખાતે સખી મંડળ દ્વારા મહિલાઓ જાતે જ ધજા બનાવવાની કામગીરી કરી રહી છે અને આ ધજા અલગ અલગ માપની અંબાજીમાં જ મહિલાઓ બનાવી રહી છે. આ ધજાઓ તૈયાર થઈને અંબાજી મંદિર ખાતે મોકલવામાં આવે છે અને ત્‍યારબાદ આ ધજા મંદિરના શિખર ઉપર ભક્‍તો દ્વારા ચઢાવવામાં આવે છે. અંબાજી મંદિરમાં ધજા ચઢાવવાને લઈને હવે ટ્રસ્‍ટ દ્વારા નિયમ તૈયાર કરવામાં આવ્‍યો છે અને માઈ ભક્‍તો હવે મંદિરના શિખર ઉપર ધજા ચઢાવવા માટે મંદિર ટ્રસ્‍ટની ઓફિસમાં સંપર્ક કરીને જ ધજા ચઢાવી શકશે.

અન્‍ય ખાનગી કે મંદિરના બીજા મહારાજા પાસે ધજા ચઢાવી શકશે નહીં. મંદિર ટ્રસ્‍ટ દ્વારા અમુક નક્કી રકમ ટ્રસ્‍ટમાં ભરપાઈ કર્યા બાદ મંદિરના જ બ્રાહ્મણો દ્વારા શાષાોકત વિધિ વિધાન દ્વારા આ ધજાનું પૂજન કર્યા બાદ આ ધજા મંદિરના શિખર ઉપર ચઢાવવામાં આવશે અને તેના ફોટોગ્રાફ્‌સ અને વીડિયો પણ ભક્‍તોને આપવામાં આવશે. અંબાજી મંદિરમાં અગાઉ ધજાના નામે મોટો વેપાર ચાલતો હતો અને કેટલાક એજન્‍ટો અને મહારાજ ૩,૦૦૦થી ૧૧,૦૦૦ સુધી ભક્‍તો પાસેથી નાણા પડાવતા હતા. હવે સોમનાથ અને દ્વારકા બાદ અંબાજીમાં પણ ટ્રસ્‍ટ હસ્‍તક ધજાનો વહીવટ શરૂ થશે.

(3:57 PM IST)