તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th July 2024
આવકવેરામાં નાણામંત્રીએ અમારી મહત્તમ માંગણીઓ સંતોષી છેઃ મશીનરી ડીલર્સ એસોસિયેશન

રાજકોટ મશીનરી ડીલર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી જયંતીભાઈ ટીલવા અને માનદ મંત્રી શ્રી અશ્વિનભાઈ પટેલ તથા પૂર્વ પ્રમુખ મનસુખભાઇ પોલે બજેટ ઉપર ટિપ્પણી કરતા કહ્યું છે કે આવકવેરામાં નાણામંત્રીએ અમારી માંગણી મહત્તમ અંશે સ્વીકારતા તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. (૧) ઓવરઓલ બજેટ ફુલ ગુલાબી આવેલ છે અને ઘણી ઘણી જુદી જુદી સ્કીમોમાં આખા દેશના લોકોને રાહત આપવામાં આવેલ છે તે બદલ ખુબ ખુબ અભિનંદન (૨) ગરીબો માટે પાંચ વર્ષ કી અનાજની યોજના રાખવામાં આવે છે તે આવકારદાયક છે. (૩) સોનામાં છ ટકા કસ્ટમ ડયુટી કરી ઘટાડો કર્યો તેથી સોનામાં ઘટાડો થવાથી બધા પબ્લીકોને ફાયદો થયો. (૪) મેન્યુફેકચરીંગ યુનીટમાં ઈન્ટરશીપ યોજનામાં પાંચ હજાર પગાર દેવામાં આવશે. તેથી નોકરીયાત વર્ગને ફાયદો થશે. (૫) મજુરો માટે પી.એમ. યોજના હેઠળ ત્રણ કરોડ ઘર બનાવવાની યોજના સસ્તા દરની સ્કીમ ગરીબ વર્ગ માટે આવકારદાયક યોજના રહેશે. (૬) કેન્સરની દવાઓને ઈમ્પોર્ટ કરવામાં આવે તે ટોટલ ફ્રી ટેક્ષ કરવામાં આવી તે પ્રસંશનીય છે. (૭) મોબાઈલ ઉપરનો ટેક્ષ ઘટાડો કરવામાં આવતા સસ્તા થતા ગરીબ વર્ગને ફાયદો થયો. (૮) નોકરીયાત વર્ગને સ્ટાન્ડર્ડ ડીડકશન ૫૦ હજાર માંથી ૭૫ હજાર કરી આપવામાં આવતા તેથી નોકરીયાત વર્ગને ફાયદો કરી આપવામાં આવ્યો છે. તે ઘણું સારુ છે. (૯) ઈન્કમટેક્ષ સ્લેબમાં નવી સ્કીમમાં ત્રણ લાખ ફ્રી કરી અને પંદર લાખ સુધીનાને ૧૭,૫૦૦નો ફાયદો કરી આપ્યો તે આવકારદાયક છે.
એકંદરે બજેટ આર્થિક મંદિમાંથી માર્કેટને બહાર કાઢવા અનેક ક્ષેત્રે પગલા લેવા જરૂરી જોગવાઈ કરેલ છે. તે ખુબ જ આવકારદાયક છે.
(4:10 PM IST)










