<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

લોહાણા - રઘુવંશીઓની નાગપંચમી અષાઢ વદ પાંચમ : વ્રતની ઍક ઝલક

ભારતીય સંસ્‍કૃતિ અને હિંદુ ધર્મના તત્‍વજ્ઞાન મુજબ ઈશ્વર સર્વત્ર વિદ્યમાન છે.ᅠપર્યાવરણની રક્ષા જેવી ભારેખમ વિભાવના વગર જ આપણા વડીલો વનસ્‍પતિ સૃષ્ટિ - પ્રાણી સૃષ્ટિ - તમામ સજીવો - જળ - વાયુની રક્ષા માટે પ્રયત્‍નશીલ હતાં અને આ વિચારને ધર્મ સાથે સંલગ્ન કરી પ્રકૃતિમાં સમતુલા જાળવવાનો ઇષ્ટ અભિગમ તેઓએ અપનાવ્‍યો હતો.

ખેતીપ્રધાન દેશમાં નાગનું બહુ મહત્‍વ છે. અષાઢ માસમાં નવાં જળનાં આગમન થતાં - નદી નાળાં સરોવર છલકાતાં નાગરાજાઓ ઘણીવાર જળ - જંગલમાંથી વસ્‍તીમાં દેખા દયે છે ત્‍યારે તેમની પૂજા કરવામાં આવતી.ᅠઆજનાં બાળકોએ નાગનાં ઘર જેવા રાફડાᅠજોયા નહીં હોય.. પણᅠ આપણે આ વારસાને ભૂલીએ નહીં તેથી અને નવી પેઢીને નાગદેવતાનો પૂર્વજો એ કરેલ આદર દર્શાવવા ‘નાગ પાંચમ' અચૂક ઉજવવી જોઈએ.ᅠ

દરેક જ્ઞાતિ શ્રાવણ વદ પાંચમ ઉજવે છે પણ રઘુવંશી મહિલાઓ અષાઢ માસ નાં કૃષ્‍ણ પક્ષ એટલે કે વદ પાંચમ ઉત્‍સાહભેર ઉજવે છે.

અષાઢ વદ પાંચમે લોહાણા મહિલાઓ આ પૂજનથી તેમનાં પરિવારનાં કલ્‍યાણની કામના કરે છે. શિવજીનાં અંતેવાસી અને અતિ પ્રિય એવાં નાગદાદા સંતતિ,ᅠસંપત્તિ અને સન્‍મતિની રક્ષા કરે તે હેતુ થી આ વ્રત કરે છે.ᅠ

આ વ્રત હાલાઈ,ᅠકચ્‍છી,ᅠમહરિવા,ᅠઘોઘારી એમ બધાં લોહાણા પોતપોતાની પ્રણાલિકા મુજબ કરે છે છતાં કેટલીક સર્વસામાન્‍ય બાબતોની અને શાષાોક્‍ત વિધિ વિધાન વાત કરીએ..

નાગપાંચમની આરતી

આજે ...નાગ પંચમી..આરતી કરૂં હું દેવા...ᅠ

ભક્‍તિ આપો,ᅠશક્‍તિ આપો,ᅠસંપત્તિ આપો રે દેવા... (૧)

પહેલી ને આરતી કરૂં રે હું આપે કરૂં રે હું આપે...ᅠ

રાજય માંગુ મારાં. ગુણિયલ બાપે...ᅠ

મનનાં મનોરા નાગદેવતા પૂરે.. નાગદેવતા પૂરે..ᅠ

ભવનાં મેણાં નાગેશ્વર ભાંગે આજે એ... (૨)

બીજી ને આરતી કરૂં રે હું હીર, કઈ રે હું હીર..ᅠ

રાજય માંગુ મારાં સરસવ વીર... મનનાં મનોરા..... (૩)

ત્રીજી ને આરતી કરૂં રે હું કપૂરે, કફરે હું કપૂર..ᅠ

રાજય માંગુ મારાં સમરથ કંઠે.. મનનાં મનોરા..... (૪)

અગણીને આરતી કરૂં રે હું સુતરે... કરૂં રે હું સૂતરે...ᅠ

રાજય માંગુ મારાં શૂરવીર પુત્રે... મનનાં મનોરા.... (૫)

થાંભલીયા વિના ઘર કેમ કીજે.. ઘર કેમ કીજે.....ᅠ

એક પુત્ર વિના ભવ કેમ લીજે... મનનાં મનોરા.... (૬)

દિવા વિના ઘોર અંધારૂ રે ઘોર અંધારૂં...ᅠ

એક સંતાન વિના ઘર રે અંધારૂં....ᅠ

મનનાં મનોરા નાગદેવતા પૂરે.. નાગદેવતા પૂરે..ᅠ

બલિ રાજા પૂરે ભવનાં મેણાં નાગેશ્વર ભાંગે... (૭)

 

 

   પૂજાવિધિ

*  પૂજાવિધિમાં સૌ પ્રથમ જમણાં હાથમાં જળ લઈ ગણપતિ વિષ્‍ણુને ત્રણવાર નમન કરી નાગપાંચમની પૂજાનો સંકલ્‍પ કરવો.

*  ત્‍યારબાદ પ્રથમ દૂધનાં વાટકામાં રૂ બોળીને બચ્‍ચાં સાથે નાગદેવતાને સ્‍નાન કરાવવું. દૂધનાં સ્‍નાન પછી શુદ્ધ જળ થી જરા જરા સ્‍નાન કરાવવું.

*  સ્‍નાન બાદ નાગલા ચૂંદડી ચડાવવાં. અબીલ ગુલાલ કંકુ ચડાવીને ફણગાવેલા કઠોળ ધરાવવા.

*  ત્‍યારબાદ નૈવેધ તરીકે કુલેર પધરાવવી. જો જગ્‍યા હોય તો નાનાં નાનાં નવ કોળિયા પાટલા પર મૂકવાં.

*  ત્‍યારબાદ નાળિયેર વધેરીને નવ નાના ટૂકડા હારબંધ મૂકવાં.

*  ઋતુ પ્રમાણે એક ફળ મૂકવું. જળનો લોટો અને દક્ષિણા સાથે કાચી સોપારી મૂકવી.

*    આ સમગ્ર પૂજન દરમિયાન મહિલાઓ ગાન કરે છે જે ટૂંકમાં આ પ્રમાણે છે.

(૧) ‘નાગલા પૂજન આયે નાગલા પૂજન આયે...'

(૨) સપિત્રે,ᅠસભાયે,ᅠસથે સપુત્ર..ᅠનાગલા પૂજન આયે...

ઉપરોક્‍ત પૂજા બાદ ‘આરતી' નિરાંજની કરવાની છે. એમાં દીવો કે અગરબત્તી કરવાના નથી. આ પૂજામાં કયાંય કોઈ ગરમ સામગ્રીનો ઉપયોગ નથી. જમવાનું કે ફરાળ પણ ગરમ લેવાનાં નથી. આ આરતી ઠંડા પાણી થી ભરેલાં લોટા ને એક પર એક ચડાવી ત્રણ ચાર ની જોડમાં હારમાળા માં આરતી કરવાની છે.

આરતીમાં નાગ દાદા પાસે પિતા - ભાઈᅠ-ᅠમનોકામના છે. કચ્‍છી ભાષાની છાંટ વાળી વિશિષ્ટ આરતી આ રહી. પતિ અને પુત્ર ને પરીવારનું કલ્‍યાણ થાય એવી આરતી.

આમ જળથી આરતી કરી જળનાં વધેલા પાણીથી આખા પૂજાસ્‍થાનને પ્રદક્ષિણા કરવી.ᅠફૂલો હાથમાં લઈ. ભૂલચૂકની માફી માંગી,ᅠ ખોળા પાથરી નમસ્‍કાર કરી ફૂલ પધરાવી દેવું.ᅠઆપણાં થાળમાંથી દરેકને પ્રસાદી દેવી અને બીજા આપે તે લેવી.ᅠ કઠોળ ફળ કે ટોપરૂં ભીનાંમાં ન મૂકવાં.ᅠ નાગદેવતાની આજુબાજુ સ્‍વચ્‍છતા જાળવવી.ᅠ શિવજીનાં દર્શન કરવાં - નાગપાંચમની વાર્તા વાંચવી.ᅠ

બપોરે બાજરા કે ચણામાંથી બનાવેલી અને ટાઢી વાનગીથી ભોજન કરવું. કુલેર પણ લઈ શકાય. શ્રદ્ધા અને ભક્‍તિ મુખ્‍ય છે. શક્‍તિ પ્રમાણે વ્રત કરવું,ᅠઆખો દિવસ ‘ૐ નમઃ શિવાય' અથવા ‘ૐ નવકુલ નાગાય વિદ્યમહે વિષદંતાય ધીમહિ - તન્નો સર્પ પ્રચોદયાત'નો જાપ કરવો. અસ્‍તુ.

 

 

પૂજા સામગ્રી

 

*  અષાઢ માસમાં નવાં જળની પધરામણી થઈ હોય તેથી જલદેવતાનું સ્‍મરણ કરી ચોથને દિવસે એટલે કે વ્રતને આગલે દિવસે પ્રાતઃ કાળે માથાબોળ સ્‍નાન કરી શુદ્ધ તન મનથી બાજરો મગ ચણા સાફ કરી યથાશકિત - યથા શ્રદ્ધા મુજબ લઈ જળથી ધોઈ ને પલાળવાં.. ધોયેલું પાણી કોઈ પગે કચડાઈᅠᅠનહીં, તેમ વૃક્ષ કે તુલસી કયારામાં અર્પવું. ગટરમાં નાખવું નહીં.

*  પલાળેલાં કઠોળ ને રાત્રે સ્‍વચ્‍છ કપડામાં જુદાં જુદાં બાંધી ને પાણી રહી ન જાય તે રીતે ફણગાવવા મૂકવાં.

*  પાંચમનાં દિવસે સવારમાં ઘરે નાગની મૂર્તિ હોય તો ત્‍યાં અથવા માટીનાં નાગ બનાવી અથવા મંદિરમાં સ્‍થાપેલા નાગની કે તસ્‍વીરની પૂજા કરી શકાય છે.

*    પૂજાની સામગ્રી થાળમાં અબિલ,ᅠગુલાલ,ᅠકંકુ,ᅠચોખા,ᅠપુષ્‍પો,ᅠનાળિયેર, રૂથી બનાવેલાં અને કંકુ ચોપડી સજાવેલા બે મોટાં અને સાત નાના નાના - ફૂલ,ᅠનવ નાગલા ચુંદડી (એટલે કે કપાસનાં રૂ થી બનાવેલા હાર),ᅠકાચી સોપારી,ᅠસિક્કો,ᅠઠંડા દૂધથી ભરેલો વાટકો,ᅠબાજરાનાં લોટમાં ઘી - ગોળ નાખીને બનાવેલી કુલેરનો વાટકો તથા ઋતુ પ્રમાણેના ફળ વગેરેથી પૂજાનો થાળ સજાવી સુશોભિત રૂમાલથી ઢાંકીને તાંબાનાં લોટામાં જળ ભરી - બાળકોને સાથે રાખી પૂજનનો આરંભ કરવો.

* આલેખન *

ડો. જયોતિ બી. પોપટ

મો. ૯૪૦૯૪ ૨૫૦૨૨ રાજકોટ.  

(4:38 PM IST)