<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

મેયરનો સ્‍વીકારઃ રાજકોટના બગીચાઓ સુવિધા વગરના

તંત્રને આદેશ આપવાને બદલે પત્ર પાઠવી વિનંતી કરી

રાજકોટ તા.૨૪: શહેરના તમામ બગીચાઓમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવા તેમજ જરૂરી મેઈન્‍ટેનન્‍સ કરાવવા મ્‍યુનિસિપલ કમિશનરને મેયર નયનાબેન પેઢડીયાએ પત્ર પાઠવ્‍યો છે. સામાન્‍ય રીતે રાજકોટના પ્રથમ નાગરિક મેયરે મ્‍યુનિ.કમિશનર સહિતના અધિકારીઓને શહેરીજનોની સુવિધા માટે આદેશ અને સુચના આપવાની હોય છે ત્‍યારે મેયર દ્વારા સુવિધા માટે પત્ર પાઠવવામાં આવતા અનેક તર્ક વિર્તકો થઇ રહયા છે.

આ અંગે સતાવાર યાદી મુજબ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડ વિસ્‍તારોમાં જુદા જુદા સ્‍થળોએ બાગ બગીચાની સુવિધા પુરી પાડવામાં આવે છે. જેમાં જુદી જુદી પ્રજાતિના વળક્ષો, છોડ તેમજ રંગબેરંગી ફુલો ઉછેરવામાં આવે છે. શહેરના આબાલ-વળધ્‍ધો સહિતના નગરજનો આ બાગબગીચાનો ઉપયોગ કરે છે. શહેરીજનો પોતાની શારીરિક તંદુરસ્‍તી જળવાઇ રહે તે માટે બગીચામાં જોગર્સ ટ્રેકનો મોટી સંખ્‍યામાં લાભ લે છે. આ બાગબગીચાની સુંદરતા, સ્‍વચ્‍છતા જળવાઇ રહે તે માટે તેમજ વધુને વધુ લોકો તેનો ઉપયોગ કરે તે માટે શહેરના બગીચાઓમાં વળક્ષોને ચુના તથા ગેરુથી રંગ કરવા, બગીચામાં કે બગીચા ફરતે આવેલ ચેઇનલિંક જાળી/કમ્‍પાઉન્‍ડ વોલ તુટી ગયેલ હોય તો તે સત્‍વરે રીપેર કરાવી, કલર કામ કરાવવુ, કસરતના સાધનો તુટી ગયેલ હોય, રિપેરીંગ, ઓઇલિંગ, ગ્રીસીંગની જરૂરિયાત હોય તો સત્‍વરે સંબંધિત કામગીરી કરાવવી, કસરતના સાધનોની સુવિધા ન હોય તે બગીચામાં જરૂરિયાત અને જગ્‍યાની ઉપલબ્‍ધિ મુજબ કસરતના નવા સાધનોની સુવિધા કરાવવી, જોગર્સ ટ્રેકની સુવિધા ન હોય તે બગીચામાં જરૂરિયાત અને જગ્‍યાની ઉપલબ્‍ધિ મુજબ જોગર્સ ટ્રેકની સુવિધા કરાવવી, જોગર્સ ટ્રેક ફરતે તેમજ વળક્ષો, છોડ આસપાસના કયારાના પથ્‍થરોને કલર કામ કરાવવું, બગીચામાં આવેલ ઇલેક્‍ટ્રીક પોલને કલર કામ કરાવવુ, બગીચાનુ નામ દર્શાવતા બોર્ડને તેમજ નિયમો/સુચના દર્શાવતા બોર્ડને કલર કામ કરાવવુ તથા નિયમો/સુચના સ્‍પષ્ટ વાંચી શકાય તે મુજબ દર્શાવવા, તુટેલ બાંકડા રીપેર કરાવવા, ઘાસને પાણી પુરૂ પાડવા માટે સ્‍પિં્રંકલર વ્‍યવસ્‍થા ન હોય ત્‍યાં સ્‍પિં્રંકલર વ્‍યવસ્‍થા ગોઠવવી, વળક્ષો તથા છોડનુ જરૂરી ટ્રીમીંગ કરવુ, તુટેલી ડસ્‍ટબીન રીપેર કરવી તથા જરૂરિયાત મુજબ નવી ડસ્‍ટબીન મુકવી સહિતની જરૂરી સુચનાઓ આપવા મેયર નયનાબેન પેઢડીયાએ મ્‍યુનિસિપલ કમિશનરને સત્‍વરે જરૂરી કાર્યવાહી કરાવવા પત્ર પાઠવેલ છે.

(4:35 PM IST)