News of Wednesday, 24th July 2024
રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ચાંદીપુરાની શંકા સાથે વધુ ઍક બાળક દાખલઃ કુલ ૪ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૪ઃ રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના કેસને કારણે આરોગ્ય તંત્રની કામગીરી વધી ગઇ છે. આ રોગચાળાને કારણે બાળકોના મૃત્યુ થઇ રહ્ના છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના ઝનાના વિભાગમાં અત્યાર સુધીમાં છ બાળકોના મૃત્યુ થઇ ચુક્યા છે. જેને ચાંદીપુરાની શંકા સાથે દાખલ કરાયા હતાં. તે પૈકી ઍકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે વધુ ઍક શંકાસ્પદ કેસ જાહેર થયો છે. તે સાથે ચાર દર્દી હવે સારવાર હેઠળ છે. જાણવા મળ્યા મુજબ ૪ વર્ષના બાળકને ચાંદીપુરાની શંકા સાથે દાખલ કરાયો છે. આ બાળક પોરબંદરના રાણાવાવ તાલુકાનું છે. સેમ્પલ લઇ પરિક્ષણમાં મોકલાયા છે અને બાળકની સારવાર ચાલુ છે.
(5:16 PM IST)










