<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

રાજકોટ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે વશરામભાઈ સાગઠીયાની નિયુક્તી

પ્રદેશ કોંગ્રેસમાં આજે મતદાન થતાં ચૂંટાયેલા ચાર સભ્યોમાંથી ત્રણ મત વશરામભાઈને મળ્યા: શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની સતાવાર જાહેરાત

     રાજકોટ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલના આદેશથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તાજેતરમાં આંતરિક લોકશાહી ચૂંટણી પંચની રચના કરવામાં આવી છે તેના અધ્યક્ષ બાલુભાઈ પટેલ, અમીબેન યાજ્ઞિક ની ટીમ બનાવેલ છે ચૂંટાયેલા પ્રતિનિધિઓને લોકશાહી ઢબે મતદાન કરવાનો અધિકાર આપેલ છે. જેમાં સમગ્ર ગુજરાતમાં બરોડા જામનગર રાજકોટ ભાવનગર બધા પ્રતિનિધિઓને બોલાવી બેલેટ પેપર આપેલ હતું મતદાન પત્રક બનાવી જે ઉમેદવારને વધુ મત મળે તે ઉમેદવાર ને વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્તિ કરાશે

    લોકશાહી ઢબે ચૂંટણી પંચમાં મતદાન થતા આજરોજ રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર અને મહાનગરપાલિકામાં અગાઉ વિરોધ પક્ષના નેતા તરીકે રહી ચૂકેલા અનુભવી અને અભ્યાસુ એવા વશરામભાઈ આલાભાઇ સાગઠીયા ને પુન: આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને નજર સમક્ષ રાખી સંગઠનને મજબૂત બનાવવા અને રાજકોટ મહાનગરપાલિકામાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને નાથવા અને રાજકોટ મહાનગરપાલિકામાં મામકાવાદની ભરતીની પ્રક્રિયાઓ પર બ્રેક લગાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં આજરોજ મતદાન થતાં ચૂંટાયેલા ચાર સભ્યોમાંથી ત્રણ મત મળતા વશરામભાઈ નિયુક્તિ કરવામાં આવી છે. 

     અગાઉ રાજકોટ મહાનગરપાલિકામાં બે વખત વિરોધ પક્ષના નેતા તરીકે સબળ કામગીરી કરી હતી. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો વશરામભાઈ ને કોર્પોરેટર પદે પણ ચાલુ ન રહે તે માટે શહેરી વિકાસ મંત્રી અને ગુજરાત સરકારમાં રજૂઆતો કરી હતી પરંતુ નેતા વશરામભાઈ દ્વારા આ અંગે હાઇકોર્ટમાં પડકાર કરતા રાજકોટ મહાનગરપાલિકાને લપડાક મળી હતી અને હાઇકોર્ટે શહેરી વિકાસ સચિવને આદેશ કરતા કોર્પોરેટર પદે વશરામભાઈની પુનઃ નિયુક્તિ કરવામાં આવી હતી.  તેઓનો ફરી વિપક્ષ નેતા તરીકે નિયુક્તિ થતા આજ રોજ પૂર્વ કોર્પોરેટરો પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરોએ વશરામભાઈને તેમના મોબાઈલ નંબર (મો.નં- 98251 65191)પર અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી છે.તેમ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ અતુલ રાજાણીની યાદીમાં જણાવામાં આવ્યુ છે.

(5:49 PM IST)