News of Wednesday, 24th July 2024
લોકમેળામાં સ્ટોલ અને પ્લોટ મેળવવા માટેના ફોર્મ સ્વીકારવાની મુદતમાં બે દિવસનો વધારો
અરજી પત્રક વિતરણ કરવા તથા ભરેલા અરજી પત્રક સ્વિકારવાના કાર્યક્રમની અવધી તા.૨૬/૦૭/૨૦૨૪ સુધી લંબાવાઈ

રાજકોટ: લોકમેળા સમિતિ, રાજકોટ ધ્વારા આયોજીત સાંસ્કૃતિક લોકમેળા-૨૦૨૪ આગામી તા.૨૪/૦૮/૨૦૨૪ થી તા.૨૮/૦૮/૨૦૨૪ દરમ્યાન યોજાનાર છે. જેના પ્લોટ તથા સ્ટોલની ફાળવણી માટે અરજી પત્રક વિતરણ કરવા તથા ભરેલા અરજી પત્રક સ્વિકારવાના કાર્યક્રમની અવધી તા.૨૬/૦૭/૨૦૨૪ સુધી લંબાવવામાં આવેલ છે જેની સંબંધીતોને નોંધ લેવા લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને નાયબ કલેકટર, રાજકોટ(શહેર-૧) ડો. ચાંદની પરમારની યાદીમાં જણાવાયું છે
(9:28 PM IST)










