News of Friday, 26th July 2024
સપ્ટેમ્બરથી રાજકોટથી - હૈદરાબાદની ડેઇલી ફલાઇટ ઇન્ડિગો એરલાઇન્સ ફરી સેવા શરૂ કરશે : હાલ ૧૨ ફલાઇટનું ઉડાન
હૈદરાબાદથી બપોરે ૧૨:૧૦એ ઉપડી ૧:૫૫એ રાજકોટ આવ્યા બાદ બપોરે ૨:૨૫એ રાજકોટથી ઉપડીને ૪:૦૫ વાગ્યે હૈદરાબાદ પહોંચશે

રાજકોટ તા. ૨૬ : હવે રાજકોટથી હૈરદરાબાદ નવી ફલાઇટ શરૂ થનાર છે આગામી ૧૬ સપ્ટેમ્બરથી ઈન્ડિગો એરલાઈન્સ ફરી સેવા શરૂ કરશે. હૈદરાબાદથી બપોરે ૧૨:૧૦એ ઉપડી ૧:૫૫એ રાજકોટ આવ્યા બાદ બપોરે ૨:૨૫એ રાજકોટથી ઉપડીને ૪:૦૫ વાગ્યેᅠ હૈદરાબાદ પહોંચશે
હીરાસરમાં ઇન્ટરનેશનલ એરપોર્ટથી હાલ મુંબઈની ૫, દિલ્હીની ૨, બેંગ્લોર, ગોવા, પુણે, અમદાવાદ, સુરત સહિત ૧૨ ફલાઇટની ઉડાન થઇ રહી છે.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી મુસાફરોને હૈદરાબાદની નવી ફલાઇટની સુવિધા મળવા જઈ રહી છે. રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર ચોટીલા પાસે હિરાસરમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત છે. જયાંથી હાલ મુંબઈ અને દિલ્હી સહિતની ૧૨ ફલાઈટ ઉડાન ભરી રહી છે.
(11:53 AM IST)










