<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

હોસ્‍પિટલ સુધી પણ ન પહોંચાય તેવી માર્ગોની અવદશા : અયોધ્‍યા ચોક

રાજકોટ : શહેરના ૧૫૦ ફુટ રીંગરોડ પર અયોધ્‍યા ચોકથી સીનર્જી હોસ્‍પિટલ અને એચ.સી.જી હોસ્‍પિટલ તરફ જતા માર્ગનું સાવ ધોવાણ થઇ જતા વાહન ચાલકો અને રાહદારીઓને પારાવાર પરેશાની ભોગવવી પડે છે. માર્ગોમાં મસ મોટા ખાડા પડી ગયા હોય વરસાદી પાણી ભરાવાથી રબડી રાજ જેવી સ્‍થિતિ સર્જાઇ છે. આ માર્ગ પર બે બે હોસ્‍પિટલો આવેલ હોય એમ્‍યુબલન્‍સ તેમજ દર્દીઓ અને તેમના સગાવહાલાઓને ના છુટકે આ માર્ગ પરથી જ પસાર થવુ પડે છે. આગળની સાસાયટીના રહીશોને પણ આ માર્ગનો જ ઉપયોગ કરવો પડે છે. મહાનગરપાલીકાના તંત્રવાહકો વહેલીતકે આ ગંદકી દુર કરી માર્ગોની મરામત કરાવે તેવી લોકમાંગણી ઉઠી છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:35 PM IST)