News of Friday, 26th July 2024
કાલે સાયગલથી કિશોરકુમાર સુધીના મહાન કલાકારોના ગીતોનો નિઃશુલ્ક કાર્યક્રમ
શશાંકભાઇ ભટ્ટ પ્રસ્તુત કાર્યક્રમમાં અલ્કા સંઘવી, કનિષ્કા ચારૂ, ડો. અલ્પના આર્ય, ડો. કિંજલ ગીતો પીરસશેઃ સંગીતપ્રેમીઓને આમંત્રણ

રાજકોટ : એનઆરઆઇ બિઝનેસમેન ૭૯ વર્ષના શ્રી શશાંકભાઇ એન. ભટ્ટ દ્વારા આવતીકાલે તા. ર૭ ના શનિવારે કે. એલ. સાયગલથી લઇ કિશોરકુમાર સુધીના મહાન કલાકારોના ગીતોનો કાર્યક્રમ યોજાયેલ છે.
હેમુ ગઢવી હોલ (મેઇન) ખાતે તા. ર૭ ના શનિવચારે નિઃશુલ્ક આયોજીત આ કાર્યક્રમમાં શમશાદ બેગમ, ટુનટુન, મુકેશ, રફી, સી રામચંદ્ર, કવિ પ્રદિપજી, હેમંતકુમાર, મન્નાડેના ગીતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.આ કાર્યક્રમમાં શશાંકભાઇ ભટ્ટ સાથે ડો. કિંજલ (રાજકોટ), પ્રોફેશનલ સીંગર અલ્કાબેન સંઘવી અને ડો. અલ્પના આર્ય (ઇન્દોર), કનિષ્કા ચારૂ (ઇન્દોર) હિન્દી ગીતો પીરસશે.
નિઃશુલ્ક કાર્યક્રમ હોય સંગીત-પ્રેમીઓને જાહેર આમંત્રણ શશાંકભાઇ એન. ભટ્ટ મો. ૯૮૧૯૯ પ૭૭૪પ) દ્વારા આપવામાં આવ્યું છે.
(2:36 PM IST)










