<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

રાજકોટ મનપાની સેનીટેશન ટીમ પોરબંદરમાં: સઘન સફાઇ ઝુંબેશ

રાજકોટઃ ચોમાસાની ઋતુ દરમ્‍યાન પોરબંદર જીલ્લામાં અતિ ભારે વરસાદને કારણે અનેક જગ્‍યાએ મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો તેમજ આસપાસનો ઘન-કચરો એકત્રીત થતા પોરબંદર અને છાયા નગરપાલિકા દ્વારા સફાઇ ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેમાં ચાર સુપરવિઝરી સ્‍ટાફ તરીકે રાજકોટ મહાનગરપાલિકાના સેનેટરી સેનેટરી ઇન્‍સ્‍પેક્‍ટર અમજદભાઇ સુમરા અને જયભાઇ ચૌહાણ તેમજ સેનેટરી સબ ઇન્‍સ્‍પેક્‍ટર પીયુષભાઇ ચૌહાણ અને મિતેશભાઇ જેઠવા સહિત સફાઇ કામગીરી માટે કુલ ૯૯ સફાઇ કામદારો સહિતના સ્‍ટાફની ટીમને મહાનગરપાલિકાની સેનીટેશન ટીમ દ્વારા સ્‍થળ પર પહોંચીને આજથી જ આ સઘન સફાઇની કામગીરી શરૂ કરી દિધી છે, જેની સ્‍થળ મુલાકાત કરી સારી કામગીરી બદલ નોંધ લેતા પોરબંદર નગરપાલિકાના ચેરમેનશ્રીએ આ ટીમની કામગીરીને બિરદાવેલ અને સાથો સાથ મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓનો આભાર વ્‍યક્‍ત કરેલ છે. આ કામગીરીની વિગતો મેળવતા સેનીટેશન કમિટી ચેરમેન નીલેશભાઇ જલુએ જણાવેલ છે કે, આ કામગીરી પોરબંદર જીલ્લાના રહેવાસીઓને બિમારી તેમજ અનેક સમસ્‍યાથી બચાવ કરવામાં ખુબજ મદદરૂપ થશે.

(2:41 PM IST)