<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

BSNL-MTNL ના સંયુકત ફોરમના પેન્‍શન રિવીઝન મામલે તા. ર૭ ઓગષ્‍ટે દેશભરમાં રેલી-આવેદન અપાશે

રાજકોટ તા. ર૬: BSNL MTNL સંયુકત ફોરમના પેન્‍શન રિવિઝન માટે ત્રણ તબકકાના આંદોલનાત્‍મક કાર્યક્રમમાં ગુજરાત BSNL ના સર્કલ ઓફીસ અમદાવાદ અને SSA હેડ કવાર્ટરમાં દેખાવજો અને આવેદનપત્ર આપવામાં આવેલ. સર્કલ ઓફીસ ટેલીકોમ ભવન ખાતે સંયુકત ફોરમના મનુભાઇ ચનિયારા, નટુભાઇ પટેલ, જે. જી. નાયક, એન. જે. દેસાઇ, એમ. એમ. સૈયદ, કે. કે. બારોટ વિગેરેએ અને આવેદનપત્ર આપવામાં આવેલ. તાજેતરમાં સંયુકત ફોરમની વર્ચ્‍યુઅલ મીટિંગ યોજાઇ હતી. બેઠકમાં (૧) ર૭-૦૮-ર૦ર૪ના રોજ તમામ સર્કલ ખાતે CCA ઓફિસ માર્ચ-રેલીનું આયોજન અને (ર) ચલો દિલ્‍હી-તા. ૧ર-૧૧-૦ર૪ના રોજ નવી દિલ્‍હીના જંતર-મંતર ખાતે ધરણા. 1000 પેન્‍શનરોને ભાગ લેવાનું નકકી કરવામાં આવ્‍યું હતું અને કવોટાની ફાળવણી કરવામાં આવી હતી. (૩) ઓગસ્‍ટ, સપ્‍ટેમ્‍બર, ર૦ર૪ દરમિયાન મેમોરેન્‍ડમ સોંપીને પેન્‍શન રિવિઝનના સમાધાન માટે હસ્‍તક્ષેપની માંગ કરતા સ્‍થાનિક સાંસદોને મળવાનું નકી કરાયું હતું.

ભારતભરના રાજયોમાં જયાં CCA ઓફીસ આવેલ હોય ત્‍યાં રેલીઓ યોજવામાં આવશે. ગુજરાતમાં અમદાવાદ ખાતે આવેલ એકમાત્ર CCA DOT-Cell ની સરદાર બાગ સામે આવેલ ઇન્‍દુચાચાના સ્‍ટેચ્‍યુ પાસે તા. ર૭-૦૮-ર૦ર૪ના સવારે ૧૦ થી ૧૦-૩૦ વાગ્‍યા સુધીમાં એકત્ર થઇ સવારે ૧૦-૩૦ વાગ્‍યે બેનર અને સુત્રોચ્‍ચાર સાથે કામ હોટેલ-ફૈમ્‍સ બેકરી થઇ પી એન્‍ડ ટી બિલ્‍ડિીંગ સુધીની રેલી યોજાશે.

(3:23 PM IST)