News of Friday, 26th July 2024
સામાકાંઠે આર્યનગરમાં ૨.૮૧ કરોડના ખર્ચે અદ્યતન શાળા બનશેઃ કામનો પ્રારંભ
શાળા નં. ૭૨ના નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્તઃ પાંચ કલાસ રૂમ, આચાર્ય તથા સ્ટાફ રૂમ, મિટીંગ હોલ સહિતની સુવિધા

રાજકોટ,તા. ૨૬: મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની શાળામાં અભ્યાસ કરતા મધ્યમ અને નબળા વર્ગના વિધાર્થીઓને એક સુંદર અને શાંત વાતાવરણમાં અધ્યતન સુવિધા મળે તે હેતુસર ક્રમશઃ શાળાના જુના બિલ્ડીંગ દુર કરી તે જ સ્થાને નવા બિલ્ડીંગ બનાવવામાં આવે છે. જે અંતર્ગત આજ તા.૨૬, શુક્રવારના વોર્ડ નં.૫માં આર્યનગર શેરી નં.૬, સંત કબીર રોડ પર આવેલ શાળા નં.૭૨ના જુના બિલ્ડીંગને દુર કરી તે જ સ્થળે રાજય સરકારશ્રીની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળની ગ્રાંટમાંથી રૂ.૨.૮૧ કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવા સ્કુલ બિલ્ડીંગનું ખાતમુહૂર્ત મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા અને શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પૂજારાના હસ્તે કરવામાં આવ્યું.
આ નિર્માણ પામનાર સ્કુલના નવા બિલ્ડીંગમાં આશરે ૧૬૦૦.૦૦ ચોરસ મીટરમાં બાંધકામ કરવામાં આવનાર છે. જેમાં, ગ્રાઉન્ડ ફલોરમાં પાંચ ક્લાસરૂમ,ᅠએક પ્રાર્થના હોલ,ᅠબોયઝ અને ગર્લ્સ માટે અલગ અલગ ટોઇલેટ બ્લોક્સ,ᅠપ્રિન્સીપાલ રૂમ,ᅠસ્ટાફ રૂમᅠઅને સ્ટોર રૂમ તેમજ ફર્સ્ટ ફલોરમાં પાંચ ક્લાસરૂમ,ᅠએક લેબ,ᅠબોયઝ અને ગર્લ્સ માટે અલગ અલગ ટોઇલેટ બ્લોક્સ,ᅠમિટીંગ હોલ અને સ્ટોર રૂમ બનાવવામાં આવનાર છે. આ સ્કુલ બિલ્ડીંગથી આ વિસ્તારના અંદાજીત શાળા નં.૭૨ ના ૮૦૦ થી વધારે વિદ્યાર્થીઓને શિક્ષણની સારી સુવિધા પ્રાપ્ત થનાર છે.
આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં નયનાબેન પેઢડીયા, જયમીન ઠાકર, નેતા લીલુબેન જાદવ,મનિષભાઈ રાડીયા,અશ્વિનભાઈ મોલીયા, પરિમલભાઈ પરડવા, પૂજાબેન પટેલ, ભગવતીબેન ઘરોડીયા, વિક્રમભાઈ મનસુખલાલ પૂજારા,પ્રવિણકુમાર નાનાલાલ નિમાવત, દિલીપભાઈ લુણાગરીયા,રસીલાબેન સાકરીયા, હાર્દિકભાઈ ગોહિલ,ᅠશિક્ષણ સમિતિ સભ્યો હિતેશભાઈ રાવલ, મનસુખભાઈ વેકરીયા, વિક્રમસિંહ જાડેજા, વિરમભાઈ સાંબડ, રસિકભાઈ બદ્રકીયા, અજય પરમાર, સુરેશ રાઘવાણી, જયદીપભાઈ જલુ, વી.ડી.ઘોણીયા, વોર્ડ નં.૫ના આસી.એન્જી.રાકેશ વસોયા, દુષ્યંતભાઈ સંપટ,ᅠપ્રમુખ પરેશભાઈ લીંબાસીયા,ᅠમહામંત્રી દિનેશભાઈ ડાંગર, શહેર બક્ષીપંચ મોરચા મહામંત્રી બાબુભાઈ માટીયા, વોર્ડના આગેવાનો ભાદાભાઈ રાદડીયા, અનિલસિંહ પરમાર, જયપાલસિંહ વાઢેર, બિપીનભાઈ ગોહેલ, ભરતભાઈ મકવાણા, નાગજીભાઈ રાદડીયા, વિકાસ ચૌહાણ, નિરવ મોલિયા, રાજુભાઈ વેકરીયા વગેરે ઉપસ્થિત રહેલ હતા.
(3:27 PM IST)










