News of Friday, 26th July 2024
થોડા અમથા વરસાદમાં માધાપર ચોકડીએ રસ્તાઓની પથારી ફરી ગઇ
પોલીસે થોડા દિવસ પહેલા પોતાના ખર્ચે રીપેરીંગ કરાવ્યું: સંબંધીત તંત્રવાહકો જાગશે ખરા?

રાજકોટઃ શહેરમાં હજુ વરસાદે જોઇએ એવુ જોર પકડયું નથી. પણ જેટલો વરસાદ પડયો છે એના કારણે માધાપર ચોકડીએ રસ્તાઓની પથારી ફરી ગઇ છે. વાહનચાલકોની પીચોટી ખસી જાય એવા ગાબડા પડી ગયા છે. થોડા દિવસ પહેલા ટ્રાફિક પોલીસે પોતાના ખર્ચે જેસીબી બોલાવી રસ્તાઓ રિપેર કરાવડાવ્યા હતાં. પરંતુ ફરી વરસાદ આવતાં હાલત ખરાબ થઇ ગઇ છે. સંબંધીત તંત્રવાહકો જાગૃત બની રસ્તાઓની સત્વરે મરમ્મત કરાવે તે જરૂરી છે. અન્થયા રોડ પરના ખાડાખબડા અકસ્માતને નોતરશે તેવો ભય વાહનચાલકોને સતાવી રહ્યો છે. (ફોટોઃ અશોક બગથરીયા)
(3:46 PM IST)










