News of Friday, 26th July 2024
નવા રીંગ રોડ પર કરોડોના ખર્ચે કણકોટ ચોકડીથી પારડી ચોકડી સુધી ફોર લેન બનાવાશે : ટૂંક સમયમાં ટેન્ડર
રૂડાની બોર્ડ બેઠકમાં હોર્ડીંગના નિયમો, લાયસન્સ ફી તથા રોણકી, મનહરપુરમાં ડ્રેનેજ લાઇન સહિતની ૬ દરખાસ્તો મંજુર

રાજકોટ, તા.૨૬: RMCમાં લાયસન્સ ફી અને જે નિયમો છે તે જ રૂડામાં લાગુ થશે, ગમે ત્યાં બેફામ બોર્ડ ઊભા નહીં કરી શકાય. સૌથી મહત્વનું રૂડાની મંજૂરી લેવી ફરજિયાત, રિંગ રોડ-૨ ફોરલેન બનાવવા રૂડાના બજેટમાં દર્શાવેલા પ્રોજેક્ટની દરખાસ્તને મંજૂર કરાઇ, હવે ટુંક સમયમાં ટેન્ડર પ્રસિધ્ધ થશે.
રૂડા વિસ્તારમાં RMC ના ર્હોડિંગના નિયમો બેઠે બેઠા લાગુ કરવા તથા મનહરપુર રોણકીમાં ડ્રેનેજ લાઇન નાખવા સહિતના કુલ છ દરખાસ્તો આજે રૂડાની બોર્ડ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે.
શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ૧૭૩મી બોર્ડ બેઠક ચેરમેનશ્રી ડી.પી.દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલ. બોર્ડ બેઠક રૂડા હસ્તકના રીંગરોડ-૨, ફેઝ-૨ કણકોટ ચોકડીથી પારડી ચોકડી લંબાઈ-૮.૧૩કી.મી. સુધીના રસ્તાને ૪-માર્ગીય બનાવવા મંજૂરી રૂડાના વિસ્તારમાં ખાનગી હોર્ડીંગ ઉભા કરવા ય્પ્ઘ્ની પોલીસી સ્વીકારવા સહિતના ૬ દરખાસ્તો મંજુર કરવામાં આવી છે.
ચેરમેનશ્રી તથા મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, કલેકટર પ્રભવ જોષી, મ્યુનિ. રિઝીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટીશ્રી મહેશ જાની, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનશ્રી જયમીન ઠાકર રૂડાના સી.ઈ.એ.શ્રી જી.વી.મીયાણી, મુખ્ય નગર નિયોજક પ્રતિનિધિ તરીકે કે.આર.સુમરા તથા RMCના સીટી એન્જી.શ્રી કે.કે.મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
(4:14 PM IST)










