News of Friday, 26th July 2024
ઈનોવેટિવ સ્કૂલમાં તેજસ્વિતા અભિવાદન સમારોહ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાઇ

રાજકોટઃ ઈનોવેટિવ સ્કૂલ ગુજરાતી માધ્યમમાં ગુરુપૂર્ણિમાનાં પાવન અવસરે શાળામાં અભ્યાસ કરતાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવાની શાળાની પરંપરા મુજબ તેજસ્વિતા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. ે વિદ્યાર્થીનીઓ દ્વારા ગુરુ પૂજનને અનુરૂપ નળત્ય તથા નાનાં-નાનાં ભૂલકાંઓએ ગુરુ પૂર્ણિમાનું મહાત્મય દર્શાવતું ગીત રજૂ કરેલ. ઈનામ વિતરણ સમારોહમાં શાળામાં અભ્યાસ કરતાં કે.જી. થી ધો.-૧૨ સુધીના પ્રથમ, દ્વિતીય અને તળતીય ક્રમ મેળવતાં તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને સ્કોલરશીપ આપી પ્રોત્સાહિત કરેલ. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વર્ષોથી તમામ ધોરણના અંદાજીત ૧૦૦ થી વધુ તેજસ્વી તારલાઓને ખાસ ૭૫%, ૫૦% અને ૨૫% તે મુજબ સ્કૂલ ફિ માં સ્કોલરશીપ આપવામાં આવતી હોવાનું જણાવાયું છે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ટ્રસ્ટીશ્રી નિરેનભાઈ જાની અને ટ્રસ્ટીશ્રી મયુરભાઈ ખીમાણીયાના માર્ગદર્શન હેઠળ શ્રી દર્શનાબેન સોનૈયા, શ્રુતિકાબેન સાતા, ઊર્મિલાબા જાડેજા, તળપ્તિબેન સિંહાર, રીટાબેન ત્રિવેદી, ભાવનાબેન મોઢા, પૂનમબેન જાની તથા સમગ્ર ટીમ કાર્યરત રહી હતી.
(4:17 PM IST)










