News of Sunday, 28th July 2024
રાજકોટ-અમદાવાદ હાઈવે બ્રિજમાં ભ્રષ્ટાચારનું મસમોટું ગાબડું! : વાહન ચાલકોને ભારે હાલાકી
થોડા દિવસ અગાઉ જ ખુલ્લો મુકાયેલા આ બ્રિજ પર ગાબડું પડતાં બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચા

રાજકોટ-અમદાવાદ હાઇવે પર લીંબડી નજીક ગાબડું પડ્યું છે. થોડા મહિના અગાઉ ખુલ્લા મુકાયેલા બ્રિજ પર ગાબડું પડતા વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જે પુલ પર પડેલા ખાડામાં અનેક વાહન ચાલકો પડી રહ્યાં છે
પુલ પર પડેલા ખાડામાં અનેક વાહનો પડી રહ્યાં છે, એક કારમાં ફરવા જતાં પરિવારની કાર ગાબડામાં પડી હતી. જે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારને નાનો મોટો નુકશાન થયું હતું. ગાબડું પડવાથી ડામર નીચે રહેલા સળિયા જોવા મળી રહ્યાં છે, જો કે, થોડા દિવસ અગાઉ જ ખુલ્લો મુકાયેલા આ બ્રિજ પર ગાબડું પડતાં બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચા ચાલી રહી છે
આ બ્રિજ પર જાળીદાર ગાબડાથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ગાબડાની જાણ પોલીસ થતાં તેમણે બેરીકેટડ કરવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ જેની જવાબદારીમાં આવે છે તે વિભાગનું ડોકીયું પણ જોવા મળ્યું ન હતું જેને લઈ પ્રજામાં રોષ પણ જોવા મળી રહ્યું છે.
(10:25 AM IST)










