<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th July 2024

ભગવતીપરા પુલ નીચે પાટા ક્રોસ કરતી વખતે ટ્રેનની ઠોકરે મુળજીભાઇનું મોત

રાજકોટઃ તા. ૨૭:  ભગવતીપરા પુલ નીચે પાટા ક્રોસ કરતી વખતે ટ્રેનની ઠોકરે ચડી જતા પ્રોૈઢનું મોત નિપજયુ હતું.

મળતી વિગત મુજબ ભગવતીપરા જુના સીટી સ્‍ટેશન નજીક પુલની ટ્રેનની ઠોકરે એક અજાણ્‍યો પુરૂષ (ઉ.વ. ૬૫) ઇજાગ્રસ્‍ત હાલતમાં પડયો હોવાની કોઇએ જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્‍થાળપર પહોંચી ૧૦૮ના ઇ.એમ.ટી. ગીરજાબેન તપાસ કરતા અજાણ્‍યા વૃધ્‍ધનું મોત નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવતા બી.ડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઇ. વી.એન.કલોત્રા તથા રાઇટર રાજાભાઇએ સ્‍થળપર પહોંચી તપાસ હાથધરી હતી તપાસ દરમ્‍યાન આ અજાણ્‍યા યુવકનું નામ મુળજીભાઇ હમીરભાઇ પરમાર (ઉ.વ. ૫૧) (રહે ભગવતપરા રપ વારિયાકવાર્ટર) જાણવા મળ્‍યું હતું બનાવની જાણ થતા પ્રોૈઢના પરિવારજનો સ્‍થળપર દોડી આવ્‍યા હતા મુળજીભાઇ પાટા ક્રોસ કરતી વખતે ટ્રેનની ઠોકરે ચડી જતા પ્રોૈઢનું મોત નિપજયુ હોવાનું જાણવા મળ્‍યું છે. આ અંગે પોલીસે કાર્યવાહી કરી હતી.

(10:25 AM IST)