તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Sunday, 28th July 2024
શ્રી બાલાજી હનુમાનજી મહારાજને આજે શનિવાર નિમિત્તે રંગબેરંગી પુષ્પોનો દિવ્ય શણગાર

(દર્શન મકવાણા દ્વારા)જામજોધપુર તા.૨૭: રાજકોટની પાવન ધરામાં બિરાજમાન મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજને આજના શનિવારના પવિત્ર દિવસે રંગબેરંગી પુષ્પોનાᅠ દિવ્ય અલૌકિક અને અદભુત શણગાર કરવામાં આવ્યા છે.આ અદ્દભુતᅠ શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી છે.
આજે મારૂતિ યજ્ઞ પણ યોજાયો હતો જેનો બહોળી સંખ્યામાં ભક્તોએᅠ અલભ્ય લાભ લીધો હતો.આજે સાંજે ૭.૧૫ કલાકે રાજોપચાર પદ્ધતિથી થતી શ્રી બાલાજી હનુમાનજીદાદાની સંધ્યા આરતીમાં હજારો ભક્તો દાદાના દર્શન અને આરતીનો દિવ્ય લાભ લેશે.ભાવિકોને પરિવાર સાથે પધારી હનુમાનજીદાદાના દર્શન કરી ધન્યતાની અનુભતી કરવાᅠશ્રી બાલાજી હનુમાનજી મંદિરની યાદીમાં જણાવાયું છે.
(10:25 AM IST)










