News of Sunday, 28th July 2024
મીત્રના ઝધડામાં વચ્ચે પડતા શહેબાઝભાઇ જુનેજા પર ત્રણ શખ્સનો છરીથી હુમલો
ઇન્દીરાગાંધી સર્કલ પાસે બનાવઃ યુવાનની ગાંધીગ્રામ પોલીસમાં સાગર, શુભમ અને જય નીમાવત સામે ફરિયાદ

રાજકોટઃ તા. ૨૭: દોઢસોફૂટ રીંગ રોડ પર ઇન્દીરા સર્કલ પાસે મીત્રના ઝધડામાં વચ્ચે પડતા યુવાનને ત્રણ શખ્સોએ મારમારી છરી વડે હુમલો કરતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ રૈયા રોડ નહેરૂનગર શેરી નં. ૪માં રહેતા શહેબાઝભાઇ સલીમભાઇ જુણેજા (ઉ.વ.૩૪)એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં સાગરનારણભાઇ, જય પ્રદીપભાઇ નીમાવત અને સુભમ વિજય ભાઇ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે શહેબાઝભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે મજૂરી કામ કરે છે. ગઇકાલે પોતે ઇન્દીરા સર્કલ પાસે ઉભા હતા ત્યારે પોતાની મિત્ર આફતાબ અનીશભાઇ જુમાણી જે પંચાયત ચોક તરફ થી ઇન્દીરા ચોક તરફ પોતાની પાસે આવતો હતો ત્યારે તે ઇન્દીરા ચોક પાસે પહોંચતા ત્યાં જીજે.૩ એનએમ-૨૯૭૮ નંબરના એકસેસ પર આવેલા સાગર તેના મિત્રો જય અને શુભમ કોઇ કારણસર મિત્ર આફતાબ સાથે ઝધડો કરતા હોઇ જેથી પોતે ત્યાં જઇ મિત્રને છોડાવવા માટે વચ્ચે પડતા આ ત્રણેય શખ્સો પોતાની સાથે ઝધડો કરવા લાગ્યા અને પોતાને મારમારી સાગરે ઉશ્કેરાઇ જઇ નેફામાંથી છરી કાઢી હુમલો કરતા પોતાના ડાબા કાના ભાગે તથા માથાના ભાગે ઇજા કરી હતી. બાદ ત્રણેય ભાગવા જતા પોતે તેના એકસેસમાંથી ચાવી કાઢી લતા ત્રણેય એકસસ દોરીને ભાગવા લાગ્યા હતા પોતે તેને રોકવાનો પ્રયાસ કરતા ત્રણેય ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બનાવ બનતા આસપાસના લોકો એકઠા થતા ત્રણેય ત્યાંથી નાશીગયા હતા બાદ જણાવતા પોતાનો ભાઇ મોહંમદતોફીક આવી જતા પોતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા આ બનાવ અંગે પોતે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદનોંધાવતા પી.એસ.આઇ. યુ.આર. ભટ્ટે તપાસ હાથ ધરી છે.
(10:25 AM IST)










