તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Sunday, 28th July 2024
સાયબર ફ્રોડની ઘટનાઓ યથાવત: ફ્રોડનો ભોગ બનનાર ૮ અરજદારોને રૂા. બે લાખની રકમ પરત અપાવતી એ ડિવિઝન પોલીસ

રાજકોટ: શહેરમાં સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યાં છે ત્યારે સાયબર ફ્રોડનો -ન ભોગ બનનાર વધુ ૮ અરજદારોને એ ડીવીઝન પોલીસે તપાસ કરી બે રાજકોટના મિરલ દૂધાગરાએ બિટકોઇનમાં રોકાણ કરવાના નામે થયેલા ફ્રોડમાં રકમ ગુમાવી હતી. જેમાં રૂા. ૩૪, ૨૫૦ની રકમ એ ડીવીઝન પોલીસે પરત અપાવી હતી. જ્યારે સાદ કારબાનીએ હોસ્પિટલના કામે પૈસાની જરૂર હોવાનું જણાવી ગઠીયાએ કરેલા ફ્રૌડમાં રૂા. ૭ હજાર પરત અપાવ્યા હતાં. જ્યારે શિવાંગીબેન જોશીએ એપના માધ્યમથી શેરબજારમાં ટ્રેડિંગ કરી પૈસા કમાવવાની લાલચમાં થયેલા ફ્રોડમાં રૂા. ૧૦ હજારની રકમ પરત અપાવાઈ હતી.
ઉપરાંત દિક્ષીત શાહે તેના ફેસબૂકમાં પરિચિત આઈડીમાં પૈસા માગતા તેણે રૂા. ૧૩ હજાર મોકલ્યા હતા. જે રકમ પોલીસે પરત અપાવી હતી. નાનજીભાઈ ડાભીને બેન્કનું ક્રેડિટ કાર્ડ બ્લુડાર્ટમાંથી આવવાનું હોય ઓનલાઇન નંબર સર્ચ કરીને કોલ કરતાં સામેવાળાએ એપ ડાઉનલોડ કરાવડાવી ફ્રોડ કર્યો હતો. જેમાં રૂા. ૩૮ હજારની રકમ પરત અપાવાઈ હતી.
આ ઉપરાંત હર્ષ મહેતા સાથે ગુગલ પેમાં વાઉચર એમાઉન્ટ રિડીંગ કરવાના બહાને તેના ભાઈ રાજ મહેતાના એકાઉન્ટમાંથી સાયબર ફ્રોડ કરાયો હતો. જે અંગે તપાસ કરી એ ડીવીઝન પોલીસે રૂા. ૧૧ હજારની રકમ પરત અપાવી હતી. મૌલિક કોઠારીના મિત્ર ચિરાગ લખતરીયાનું વોટ્સએપ હેક કરી તેના નામે વાતચીત કરી ગઠીયાએ કરેલા ફ્રૌડમાં રૂા. ૨૦ હજારની રકમ પોલીસે પરત અપાવી હતી. જ્યારે પારસભાઈને ભાવેશ કિયાડા નામના શખ્સે ખેતીની પેદાશોમાં રોકાણ કરી પૈસા કમાવવાની લાલચ આપી કરેલા સાયબર ફ્રોડમાં પોલીસે રૂા. ૭૧,૭૫૦ની રકમ પરત અપાવી હતી. આ કામગીરી એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેકટર આર..જી.બારોટ, એએસઆઈ એમ.વી.લુવા તથા પો.હે.કોન્સ જયેન્દ્રસિંહ મદારસિંહ તથા કોન્સ અમીતકુમાર ખીમજીભાઇ તથા મનીષભાઇ પરબતભાઇએ કરી હતી.
(12:06 PM IST)










