News of Monday, 29th July 2024
ભારત સરકારે જળક્રાંતિ ટ્રસ્ટના ‘દિવ્યગ્રામ યોજના'નો ‘ઉન્નત ગ્રામ' યોજનાના નામે પ્રારંભ કર્યો : સુવાગિયા

ઈ. સ. ૨૦૧૮માં જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા આદિવાસી ગામ ભેખડીયા, તાલુકો- કવાટ, જીલ્લો- છોટાઉદેપુરને દત્તક લેવામાં આવ્યુ. જળક્રાંતિ ટ્રસ્ટના આર્થિક સહયોગથી અને આદિવાસીઓના શ્રમદાનથી ૩૦ ચેકડેમ-તળાવ નિર્માણ કરવામાં આવ્યા. તેનાથી ગામનું જળસંકટ દૂર થયું અને કળષિ ઉત્પાદન, ઘાસચારો, રોજગારીમાં સરાસરી પાંચ ગણી વળદ્ધિ થઈ. જળક્રાંતિ ટ્રસ્ટ તરફથી ભેખડીયા ગામને શુદ્ધ નસલની ૧૦૦ કાંકરેજ ગાય અને ત્રણ નંદી ભેટ આપવામાં આવ્યા. ભેખડીયા જાતવાન કાંકરેજ ગાયનું ભારતનું પ્રથમ આદિવાસી ગામ બન્યું. ભેખડિયાને ગુજરાતનું પ્રથમ ગાંડા બાવળ મુક્ત ગામ બનાવીને ૩૦૦૦થી વધુ દેશી કુળના અને ફળ ઝાડના વળક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. ગામને સંપૂર્ણ શાકાહારી ગામ બનાવવામાં આવ્યું. ૨૦૦ ખેતરને માટીના પાળા-પથ્થરના નિકાલા બાંધીને માટીની સુરક્ષા કરવામાં આવી.
મનસુખભાઈ સુવાગીયાએ પોતાની ફેક્ટરી- ઘર છોડીને ત્રણ વર્ષ ભેખડીયા અને જામલી નિવાસ કર્યો. તેઓની પ્રરણાથી બે આદિવાસી ગામ સંપૂર્ણ દારૂ, તમાકુ, ગુટખા, માંસાહાર, શિકાર, લડાઈ-ઝઘડાથી મુક્ત થયા. ગામમાં ઠંડા પીણા, ડીજે સાઉન્ડ અને ફટાકડાનો પ્રતિબંધ કરવામાં આવ્યો. વ્યસન મુક્તિથી વાર્ષિક ૫૫ લાખ રૂપિયાની બચત થઈ. સાથે આરોગ્ય વળદ્ધિ અને શાંતિ થયા. કુદરતનું સર્જન એવા જળ- જમીન- જંગલ- જીવસળષ્ટિ અને જન સમાજનું જતન અને વિકાસ દ્વારા ભેખડીયા ભારતનું પ્રથમ વ્યસન મુક્ત અને દિવ્યગ્રામ બન્યું.
ગુજરાતની સરહદે આવેલ મધ્યપ્રદેશનું જામલી ગામ લૂંટફાટ લડાઈ ઝઘડા, બલી પ્રથા અને દારૂના દુષણથી ગાંડી જામલી તરીકે કુખ્યાત હતું. ભેખડિયાની જેમ જળક્રાંતિ ટ્રસ્ટના આર્થિક સહયોગથી અને આદિવાસીઓના શ્રમદાનથી જામલીમાં ૫૧ ચેકડેમ- તળાવ નિર્માણ કરવામાં આવ્યા. સાથે ગામને લૂંટફાટ, બલી પ્રથા, લડાઈ ઝઘડા, ડુંગરાઓ બાળી દેવા અને દારૂ- તમાકુથી મુક્ત કરીને જામલીને મધ્યપ્રદેશનું પ્રથમ દિવ્યગ્રામ બનાવવામાં આવ્યું. આલી રાજપુર જિલ્લાના કલેકટરે જામલી દિવ્યગ્રામ યોજના જોઈને રાજ્ય સરકાર અને ભારત સરકારને રિપોર્ટ કર્યો.
આમ દિવ્યગ્રામ સાથે ભેખડીયા અને જામલી ભારતના આદર્શ રાષ્ટ્રભક્ત અને સનાતન સંસ્કળતિના આદર્શ ગામ બન્યા . તેને જોવા ત્રણ રાજ્યના આદિવાસી ગામો અને સમગ્ર દેશના લોકો આવે છે. ભેખડીયા અને જાંમલીને દિવ્ય ગ્રામ બનાવવા મનસુખભાઈ સુવાગીયાએ ત્રણ વર્ષ ફેક્ટરી- ઘર છોડીને ઝુપડામાં નિવાસ કરીને, છાશ દૂધ વગર માત્ર દાળ -રોટલો ખાઈને, નિત્ય તેઓ સાથે શ્રમદાન કરીને, પોતાના હૃદયના પ્રેમ- કરુણા વરસાવીને અને આદિવાસી પ્રજામાં દેવના દર્શન કરીને બંને ગામોને વિશ્વ પ્રેરક દિવ્ય ગ્રામો બનાવ્યા છે.
મનસુખભાઈ સુવાગીયા જણાવે છે કે, દિવ્યગ્રામ યોજના ગામડાનો સર્વાંગી વિકાસ, રાષ્ટ્રનો સંતુલિત- ચિરંજીવ વિકાસ અને ઈશ્વરે સર્જન સળષ્ટિની શાશ્વત સુરક્ષાની ઈશ્વરીય યોજના છે. સાથે ધર્માંતરણ અને નક્સલવાદ જેવી સાંસ્કળતિક અને રાષ્ટ્રીય સમસ્યાનો સાચો અને કાયમી ઉકેલ છે. ભારતનું પ્રથમ દિવ્યગ્રામ ભેખડિયા યોજના જોવા ૨૦૨૨ માં કેન્દ્રના પશુપાલન મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા ભેખડીયા આવ્યા હતા. તેઓએ ભેખડીયાના સર્વાંગી વિકાસની શ્રી નરેન્દ્રભાઇ મોદીને આ અંગે વાત કરી હતી. તેમજ છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંગભાઈ રાઠવાએ પ્રધાનમંત્રીને વિગતે વાત કરીને મનસુખભાઈ સુવાગીયાએ લખેલ દિવ્યગ્રામ પુસ્તક મોદી સાહેબને ભેટ આપ્યું. તેમજ છોટાઉદેપુરના કલેક્ટર દ્વારા દિવ્યગ્રામ યોજનાની સફળતા અને પરિવર્તનનો અભ્યાસ કરીને રાજ્ય સરકારને રિપોર્ટ કરવામાં આવ્યો છે.
એનો અભ્યાસ કરીને આદિવાસી વિકાસના શુભ ધ્યેથી ભારત સરકારે દિવ્યગ્રામ યોજનાના નામમાં ફેરફાર કરીને આદિવાસી સમાજ માટે ‘ઉન્નત ગ્રામ'ના નામે જળ ક્રાંતિ ટ્રસ્ટની યોજનાનો અમલ કર્યો છે. જે જળક્રાંતિ ટ્રસ્ટ અને ભેખડીયા -જામલી ગામ માટે ગૌરવરૂપ છે. નવી યોજનાનું નામ દિવ્યગ્રામ જ રાખ્યું હોત, તો સરકારનો રાજધર્મ વધારે શોભી ઉઠત. તેવી લાગણી સંસ્થાએ વ્યકત કરી છે. લોકોના તપને, સેવાને, આત્મ નિર્ભર વિકાસને વધાવવા, એ શાસકોનો રાજધર્મ છે.
જળક્રાંતિ ટ્રસ્ટની (૧) ચેકડેમ- તળાવ યોજના, (૨) ગીર- કાંકરેજ અને દેશી ગાય રક્ષા યોજના (૩ ) ગાય આધારિત પ્રાકળતિક કળષિ પછી (૪) દિવ્યગ્રામ યોજનાનો અમલ કરીને સરકારે જળક્રાંતિ ટ્રસ્ટની ચાર યોજના અમલમાં મુકી છે. જે જળક્રાંતિ ટ્રસ્ટની સફળતાનો સીમા ચિન્હ અને વિશ્વ સર્વોપરી ગૌરવ છે. દિવ્ય ગ્રામ યોજના સાકાર કરવામાં ભેખડીયા ગામના રતન ભગત રાઠવા, રૈદુભાઇ રાઠવા, મધુસુદન રાઠવા, જામલીના વજેસંગ પટેલ અને ૧૦૦૦ થી વધુ ભાઈઓ બહેનોએ શ્રમદાન સેવા આપી છે.
- મનસુખભાઈ સુવાગીયા
પ્રમુખ-જળક્રાંતિ ટ્રસ્ટ રાજકોટ
(મો.૯૪૨૬૨ ૫૧૩૦૧)

(11:15 AM IST)










