<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

ડેન્‍ગ્‍યુનો ફુફાડો : ૯ કેસ ટાઇફોઇડનો ઉપાડો : ૬ દર્દી

મનપા દ્વારા ૧.૩૦ લાખ ઘરોમાં પોરાનાશક કામગીરી : ૧૯૯૧ સ્‍થળોએ ફોગીંગ : શરદી - ઉધરસના ૧૧૦૬, તાવના ૪૫૨ તથા ઝાડા-ઉલ્‍ટીના ૫૧૫ કેસ ચોપડે નોંધાયા

રાજકોટ તા. ૨૯ :  શહેરમાં છેલ્લા અઠવાડીયામાં મચ્‍છરજન્‍ય રોગે  માથુ ઉંચકયું છે. ઉપરાંત ટાઇફોઇડના પણ દર્દી નોંધાયા છે.  આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી  મુજબ તા. રર થી ૨૯ જુલાઇ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય

રોગચાળાના ૧૦ કેસ

છેલ્લા સપ્તાહમાં  ડેન્‍ગ્‍યુના ૯ કેસ નોંધાયા છે.  સીઝનનાં મેલેરીયાના ૧૩, ડેન્‍ગ્‍યુના ૩૬ તથા ચિકનગુનિયાના ૧૭ કેસ નોંધાયા છે.

શરદી-તાવના

૨૦૭૩ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૧૧૦૬ તેમજ સામાન્‍ય તાવના ૪૫૨ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૫૧૫ તથા ટાઇફોડનો ૬  સહિત કુલ ૨૦૭૩થી વધુ  દર્દીઓ નોંધાયા હતા.

મચ્‍છર ઉત્‍પતિ સબબ ૫૫૫ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧,૩૦,૦૩૪  ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૧૯૯૧ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્‍ય ૪૪૬થી વધુ સ્‍થળોએ  મચ્‍છર ઉત્‍પતિ  સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૫૫૫  લોકોને નોટીસ પાઠવી હતી. જયારે ૨૮ હજારનો વહીવટી ચાર્જ પણ વસુલાયો હતો.

(3:07 PM IST)