<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

વિઠ્ઠલભાઇએ કરેલા પ્રભાવી કાર્યો આજેય ધબકે છેઃ ચેતન રામાણી

રાજકોટ તા. ર૯: ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી અને સૌરાષ્‍ટ્રના ખેડૂત આગેવાન ચેતન રામાણીએ સ્‍વ. વિઠ્ઠલભાઇ રાદડિયાને યાદ કરીને જણાવ્‍યું છે કે, તેમની સાથે રહેલો મારો અંગત નાતો આજે પણ અખંડીત છે તે પછી યાદોમાં હોય કે તેમના પરિવાર સાથે હોય. આવડી મોટી રાજકીય જવાબદારી હોવા છતાં તેઓ ૮૦૦૦ થી વધુ કન્‍યા તેમાં પ૦૦ થી વધુ વિનામુલ્‍યે અને પ૦૦૦ થી વધુ લાભાર્થીઓ કુમાર છાત્રાલય (જામકંડોરણા) નો વહિવટ કરતા તો પણ તેઓએ સમાજને રાજકારણથી હંમેશા પર રાખ્‍યું હતું. તેમજ અંતકાળ સુધી તેઓ ખેડૂતો માટે જીંદગીભર સતત લડતા રહ્યા, ઝઝુમતા રહ્યા, સંઘર્ષ કરતા રહ્યા તેમજ ખેડૂતોને ઝીરો ટકા વ્‍યાજે લોન આપી સમગ્ર દેશની બેંકોને ઉદાહરણ આપ્‍યું.

જેમનો હાકોટો નબડો નથી પડયો એવા મારા અંગત મિત્ર તેમજ જેમની સાથે ર દાયકા કરતા વધારે સમયથી સબંધ રહ્યો એવા મિત્રની આગળ ‘‘સ્‍વ.'' લગાવતા આજે પણ હાથ ધ્રુજે છે. અને હોઠ ફફડે છે તેમ આજે વિઠ્ઠલભાઇની પમી પૂણ્‍યતીથીએ શ્રધ્‍ધાસુમન અર્પણ કરતા ચેતન રામાણીએ જણાવ્‍યું છે.

(3:10 PM IST)