<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

કુવાડવા ખાતે ગુજરાત ટેલેન્‍ટ એવોર્ડનું આયોજન

રાજકોટઃ  કુવાડવા ખાતે  પત્રકાર દ્વારા ગુજરાત ટેલેન્‍ટ  પ્રેસ મીડિયા એવોર્ડ કાર્યક્રમનું આયોજન  પટેલ સમાજની વાડી ખાતે યોજાયો હતો. જેમાં ધોરણ ૧૦, ૧૧, ૧૨ના તેજસ્‍વી છાત્રોનું સન્‍માન પણ કરાયું હતું. આ ઉપરાંત ગુજરાતી ફિલ્‍મ, નાટકોના નાના મોટા કલાકારો, તબિબો, વકિલો, શિક્ષકો, સરપંચ, સદસ્‍યો, ગાયક ગાયીકાઓ, ડાન્‍સર, વિડીયોગ્રાફર, ફોટોગ્રાફર, બ્‍યુટીશીયન સહિતની કલાઓમાં નિપુણ કલાકારોનું સન્‍માન કરાયું હતું. આ કાર્યક્રમમાં ગીરીરાજ હોસ્‍પિટલ કુવાડવાનો તમામ સ્‍ટાફ જુનિયર નરેશ કનોડીયા, મયુરભાઈ સાકરીયા, રાજુભાઈ સાકરીયા, રમેશભાઈ મેર, મુકેશભાઈ રાજપરા, જ્‍યોતિબેન રાઠોડ, જીલુભાઇ ભરવાડ અમદાવાદ,  પ્રવીણભાઈ જાંબુકિયા, કાળુભાઈ મહેતા, વર્ષા પરમાર, લીલાબેન રાઠોડ, રાધા વશેટા, ઝવેરીબેન ભીલ, રાયધનભાઈ મકવાણા સહિતના હાજર રહ્યા હતાં. પત્રકાર રિપોર્ટર બાબુભાઈ ડાભી-બામણબોર, જેસીંગભાઇ સારોલા-સાયલા, જીગ્નેશભાઈ પ્રજાપતિ-ગવરીદળ, વિનોદભાઈ ચાવડા, ડાયરેક્‍ટર ભરત પરમાર વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહમત ઉઠાવી હતી. અંતમાં મિલન સાઉન્‍ડના સથવારે ભજન લોકગીત ડાન્‍સ કોમેડીની રમઝટ બોલાવાઇ હતી. રામ સ્‍ટુડિયો ચોટીલા દ્વારા કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરાયું હતું. અંતમાં સ્‍વરૂચી ભોજન બાદ સોૈ છુટા પડયા હતાં.

(3:11 PM IST)