<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

શ્રાવણ માસના સોમવાર અને જન્‍માષ્‍ટમી નિમિતે કતલખાના માસ-મટન વેંચવા પર પ્રતિબંધ

શ્રાવણ માસ નિમિતે મનપાનું જાહેરનામુ પ્રસિધ્‍ધ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્‍ધ ધોરણસરની કાર્યવાહી થશેઃ મ્‍યુનિ. કમિશનર

રાજકોટ તા. ર૯ :.. આગામી તા. પ ઓગસ્‍ટ તથા તા. ૧ર ઓગસ્‍ટ તથા તા. ૧૯ ઓગસ્‍ટ, તથા તા. ર૬ ઓગસ્‍ટ તથા તા. ર ઓગસ્‍ટના રોજ શ્રાવણના સોમવાર, નિમિતે તથા તા. ર૬ ઓગસ્‍ટના જન્‍માષ્‍ટમી નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્‍તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ-મટન-મચ્‍છી અને ચીકનનું વેંચાણ કે સ્‍ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવાતું  મ્‍યુનિ. કમિશનર ડી. પી. દેસાઇ દ્વારા પ્રસિધ્‍ધ કરેલ જાહેરનામામાં જણાવાયું છે.

આ જાહેરનામામાં જણાવેલ છે કે, સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્‍તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી. પી. એમ. સી. એકટ-૧૯૪૯ ની કલમ ૩ર૯ અને ૩૩૬ તથા વંચાણે લીધેલ રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્‍વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી.

(3:47 PM IST)