<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

મનપાના વિવિધ ઇજનેરની ભરતી માટેની પરિક્ષામાં ૧ હજાર ઉમેદવારો ગેરહાજર

૧૬ જગ્‍યા માટે ૨૧૦૩ ઉમેદવારો હાજરઃ મેરીટના આધારે પસંદગી

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા (૧ આસી.એન્‍જી.(સિવીલ), (ર) એડી.આસી. એન્‍જી.(સિવિલ), (૩) નાયબ કાર્યપાલક ઇજનેર સહિતની જુદા- જુદા સંવર્ગોની ખાલી જગ્‍યાઓ ભરવા માટે અગાઉ અરજીઓ ઓનલાઇન માધ્‍યમથી મંગાવવામાં આવેલ હતી. આ જગ્‍યાઓ માટે અરજી કરેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા ગત તા.૨૮ ના શહેરનાં જુદા-જુદા કુલ-૦૩ પરીક્ષા કેન્‍દ્રો ખાતે આયોજન કરવામાં આવેલ. જેમાં એકંદરે કુલ ૩૧૯૮ ઉમેદવારો નોંધાયેલ હતા. જે પૈકી કુલ-૨૧૦૩ ઉમેદવારો દ્વારા લેખિત પરીક્ષા આપવામાં આવેલ અને ૧૦૯૫ ઉમેદવારો  લેખિત પરીક્ષામાં ગેરહાજર રહયા હતા.પરીક્ષાઓની પ્રોવિઝનલ આન્‍સર કી મહાનગરપાલિકાની વેબસાઇટ પર આગામી સમયમાં પ્રસિધ્‍ધ કરવામાં આવનાર છે. જેની સબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જાણ કરવામા આવેલ છે.

(4:03 PM IST)