News of Tuesday, 30th July 2024
રાજકોટમાં મોડી રાતથી વ્હેલી સવાર સુધીમાં સવા ઇંચ
રાત્રીના ૩થી વ્હેલી સવારે પ.૩૦ વાગ્યા સુધી સતત વરસ્યોઃ મોસમનો ૧પ ઇંચ

રાજકોટ : શહેરમાં મોડી રાત્રીના ફરી મેઘો મંડાયો હતો. મોડી રાતથી વ્હેલી સવાર સુધીમાં હવામાન ખાતામાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્ર-કચ્છના અનેક ભાગોમાં મેઘરાજાએ જમાવટ કરી દીધી છે. નદી - નાળા છલકાઇ ગયા છે. તો ગુજરાત રીજીયનમાં પણ સારો એવો વરસાદ પડી ગયો છે. રાજકોટ શહેરની આજુબાજુના જિલ્લાઓમાં પણ વરસાદ પડયો છે. પરંતુ રાજકોટ શહેરમાં હજુ સુધી જોઇએ તેવી જમાવટ જોવા મળી નથી.
દરમિયાન ગત મોડી રાત્રીના વરસાદ શરૂ થયો હતો. રાત્રીના આશરે ત્રણેક વાગ્યાથી વરસાદ ચાલુ થયો હતો જે વ્હેલી સવારે પ-૩૦ વાગ્યા સુધી સતત ઝરમર ચાલુ રહ્યો હતો. કયારેક વરસાદનું જોર પણ વધી જતું હતું.હવામાન ખાતામાં નોંધાયેલ આંકડા મુજબ મોડી રાતથી વ્હેલી સવાર સુધીમાં સવા ઇંચ (૩ર.૪ મી.મી.) વરસાદ નોંધાયો છે. તો મોસમનો કુલ ૧પ ઇંચ (૩૭૧ મી. મી.) થયો છે.
(10:51 AM IST)










