News of Tuesday, 30th July 2024
રાષ્ટ્રસંત પૂ. નમ્રમુની મ.સા.ને સ્વાઇન ફલુ : હોસ્પિટલમાં આઇસોલેટ

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબને ગઈકાલે તા.૨૮ ને સોમવારે તાવ આવતા બધા રિપોર્ટ કરાવતાં સ્વાઇફલુ નિદાન થયેલ છે. ગુરૂદેવને ૭ દિવસ સંપૂર્ણ અલગ રાખી દવા અને આરામનું જણાવેલ છે રિલાયન્સ હોસ્પિટલના સીઇઓ ડો.તરંગ, કોલકત્તાના ડો.કોચર અને ઘાટકોપરના ડો.કનોજીયાના માર્ગદર્શનમાં ટ્રીટમેન્ટ ચાલુ છે. ડોકટરોએ સંપૂર્ણ આરામ અને આઇસોલેટ રહેવાની સલાહ આપી છે.
(2:01 PM IST)










