<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

કલેકટર કચેરીએ આશાવર્કર બહેનો ઉમટી પડીઃ દર મહિને પગાર ૧૮ થી ર૪ હજાર ચૂકવોઃ અન્‍ય પ્રશ્‍નો ઉકેલો

કલેકટરને વિસ્‍તૃત આવેદનઃ હાલ મહિને માત્ર ર હજાર અપાય છેઃ આમાં ઘર કેમ ચલાવવું?!

રાજકોટ તા. ૩૦: ગુજરાત રાજય આશા કર્મચારી સંઘની સેંકડો બહેનોએ કલેકટરને આજે આવેદનપત્ર પાઠવી આશા તથા આશા ફેસિલીટેર બહેનોના વિવિધ પ્રશ્‍નોના ઉકેલ અંગે રજૂઆતો કરી હતી.

આવેદનપત્રમાં ઉમેર્યું હતું કે, આશા તથા આશા ફે. બહેનો સ્‍વાસ્‍થય વિભાગમાં મહત્‍વનું કામ કરે છે, તેમને સરકાર તરફથી સોંપવામાં આવેલાં કામ નીચલા સ્‍તર ગામડાની તથા શહેરી વિસ્‍તારની તમામ માહિતી ભેગી કરી સરકારને સોંપવાનું છે, તેમ છતાં સરકાર તરફથી મળતું માનદ વેતન અને સામાજિક સુરક્ષા મળતી નથી. વિવિધ પ્રશ્‍નો નીચે મુજબ છે.

(૧) PMJYનું ઇન્‍વેટીવનું ચુકવણું આજ સુધી કરવામાં આવ્‍યું નથી.

(ર) આશા/આશા ફેસિલીટેર બહેનોને દર માસના અંતે તમામ ચુકવણું સમયસર કરવામાં આવે તો તેઓનો ઘર સંસાર આ મોંઘવારીમાં ચાલી શકે.

(૩) હાલમાં તમામ ચુકવણું અલગ અલગ હેડથી કરવામાં આવે છે તેનાથી બેનોને ગુંચવાડો ઉભો થાય છે તો ઇન્‍સેટીવન, પ૦% તથા રપ૦૦નો વધારાનું ચુકવણું મહિના અંતે એક જ સાથે એક જ હેડથી થાય તેવી વ્‍યવસ્‍થા કરવી.

(૪) દેશની તમામ આશા બહેનોને ઓછામાં ઓછું ૧૮૦૦૦ રૂપિયા તથા આશા ફે બહેનોને ર૪૦૦૦ રૂપિયા દર મહિને વેતન ચૂકવવામાં આવે.

(પ) આશા તથા આશા ફે બહેનોને દરેક મહિને ૩૦ કે ૩૧ દિવસ કામ કરતી હોય તેમને ર૪ દિવસને બદલે ૩૦ દિવસ કરવામાં આવે.

(૬) આશા તથા આશા ફે બહેનોને આકસ્‍મિક મૃત્‍યુ થાય તો તેમના પરિવારને ૧૦ લાખ રૂપિયા ચૂકવવામાં આવે તેમજ તેના પરિવારને નોકરી આપવામાં આવે.

(૭) આશા તથા આશા ફે બહેનોને સેવા નિવૃત્તિ ઉપર ૧૦ લાખ રૂપિયા ચૂકવવા આવે.

(૮) આશા/આશા ફેસિલીટેર બહેનોને ડ્રેસ એક સરખો આપવામાં આવ્‍યો છે તો તે બદલીને અલગ અલગ આપવો તથા જે સાડી કે ડ્રેસ આપવામાં આવે તે કોટનનું હોય તેવી વ્‍યવસ્‍થા કરવી.

(૯) જે નવા બહેનો આશામાં લીધેલા છે એમને પ૦% ઇન્‍સેટીવ કેન્‍દ્ર સરકાર દ્વારા મળવા પાત્ર છે તે ચુકવણું આજ દિન સુધી કરવામાં આવ્‍યું નથી તે ચુકવણું કરવાની વ્‍યવસ્‍થા કરવી.

(૧૦) જોખમી માતાનું ઇન્‍સેન્‍ટીવ ચાલુ કરવું.

(૧૧) કે.પી.એસ. વાય અને જે. એસ. વાય.નું ઇન્‍સેન્‍ટીવ ચાલુ કરવું, વિગેરે રજુઆતો કરાઇ હતી.

(3:11 PM IST)