News of Tuesday, 30th July 2024
રાજકોટમાં ચાંદીપુરાની એન્ટ્રીઃ પ્રથમ પોઝિટીવ કેસ
રૈયા રોડ વિસ્તારમાં ૮ વર્ષીય બાળકીનો પોઝીટીવ રિપોર્ટ આવ્યોઃ તબિયત સારીઃ ઘરે સારવાર હેઠળઃ ૮ પૈકી ૧ પોઝીટીવ, ર પેન્ડીંગ તથા પ નેગેટીવ રીપોર્ટ, મનપાનું આરોગ્ય તંત્ર ઉંઘા માથે

રાજકોટ તા. ૩૦ :.. રાજકોટ સહિત સમગ્ર રાજયમાં ચાંદીપુરા વાઇરસનો કહેર યથાવત છે અને દરરોજ એકાદ નવો શંકાસ્પદ કેસ સામે આવી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં રૈયા રોડ વિસ્તારમાં ૮ વર્ષીય બાળકીનો રીપોર્ટ પોઝીટીવ આવતા ફફડાટ ફેલાયો છે.
આરોગ્ય વિભાગ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શંકાસ્પદ વાયરલ એનકેફેલાઈટીસ (ચાંદીપુરા)ના કુલ-૮ સેમ્પલ પરીક્ષણ માટે GBRC ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલ જે પૈકી પાંચ દર્દીના રીપોર્ટ નેગેટીવ તેમજ એક દર્દીનો રીપોર્ટ પોઝીટીવ આવેલ છે જયારે અન્ય બે દર્દીના રીઝલ્ટ પેન્ડીંગ છે. જેની યાદી નીચે મુજબ છે.
આ અંગે મનપની સત્તાવાર યાદીમાં જણાવ્યું મુજબ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા જુદા જુદા વિસ્તારમાં કુલ ૧૩૪૬ જેટલા ઘરોમાં સર્વે કરવામાં આવેલ છે જેમાં કુલ ૭૬૩૨ જેટલી વસ્તી આવરી લેવામાં આવેલ છે. સર્વે દરમ્યાન કુલ ૧૬ જેટલા તાવના કેસ જોવા મળેલ જે તમામને સ્થળ પર જ સારવાર આપવામાં આવેલ છે તેમજ અન્ય કોઈ ચાંદીપુરાના લક્ષણો ધરાવતા કેસ જોવા મળેલ નથી. સર્વેની કામગીરી દરમ્યાન ૩૮૨૧ જેટલા ઘરોમાં મેલેથીઓન ડસ્ટીંગ કરેલ છે.
કુલ ૨૨ જેટલા ઘરોમાં મચ્છરના પોરા જોવા મળેલ તેમજ ૨૦૮ ઘરમાં ફોગીંગ કામગીરી કરવામાં આવેલ છે. સર્વેમાં ૧૮૨૪ જેટલા પાત્રોની તપાસ કરવામાં આવેલ જે પૈકી ૨૫ જેટલા પાત્રોમાં પોરા મળી આવેલ જેમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે. ૩૯૧ જેટલા ઘરોમાં સોર્સ રીડકશનની કામગીરી કરવામાં આવેલ છે. ૧૩૦ ઘરોના ૩૪૧ રૂમમાં ફોકલ સ્પ્રે (IRS)ની કામગીરી કરવામાં આવેલ છે. (પ-ર૬)
કયા કયા વિસ્તારમાંથી રીપોર્ટ લેવાયા
ક્રમ ઉમર વિસ્તારનું રીઝલ્ટ
દર્દી નામ
૧ ૨/પુરૂષ રણછોડનગર નેગેટીવ
૨ ૪/ષાી રૈયા રોડ નેગેટીવ
૩ ૮/ષાી રૈયા રોડ પોઝીટીવ
૪ ૬/ષાી મવડી નેગેટીવ
૫ ૪ માસ કોઠારીયા રોડ નેગેટીવ
૬ ૧૨/ષાી મોટા મૌવા નેગેટીવ
૭ ૩/પુરૂષ મોરબી રોડ પેન્ડીંગ
૮ ૪/પુરૂષ કાલાવાડ રોડ પેન્ડીંગ
(3:05 PM IST)










