<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

પૂર્વ વિભાગના મામલતદાર ત્રાટકયાઃ IDFC બેંકની બાકી પ્રશ્‍ને આખી લાઇફ કેર મલ્‍ટીનેશન હોસ્‍પીટલનો કબજો લીધો

બીજા કિસ્‍સામાં રેલનગરમાં મકાનનો કબજો લેવાયોઃ કુલ ૯૦ લાખની બાકી પ્રશ્‍ને કાર્યવાહી...

રાજકોટ તા. ૩૦: રાજકોટ જીલ્લા કલેકટરની સૂચના બાદ સરફેસીના કેસમાં એટલે કે બેન્‍ક સિકયોરાઇટેઝશન એકટના કેસમાં પૂર્વ વિસ્‍તારના મામલતદાર શ્રી ચાવડા અને નાયબ મામલતદાર શ્રી મલેકે સપાટો બોલાવી કુવાડવા રોડ ઉપર પ૧ લાખની બાકી પ્રશ્‍ને આખી લાઇફ કેર મલ્‍ટીનેશન હોસ્‍પીટલનો કબજો લઇ સીલ મારી IDFC બેંકને કબજો સોંપી દીધો હતો, મામલતદારશ્રી ચાવડાના જણાવ્‍યા પ્રમાણે ઉપરોકત લોન ભારતીબેન રાજાણીના નામે લેવાઇ હતી, પરંતુ લોન ભરપાઇ નહીં કરતા હોસ્‍પીટલનો કબજો લઇ લેવાયો છે.

બીજા કિસ્‍સામાં SBI ની ૩૯ લાખની બાકી હોય, જે ભારતીબેન રાઠોડના નામે લોન લેવાઇ હતી, તે લોન ભરપાઇ નહીં કરતા ૩૯ લાખની બાકી પ્રશ્‍ને રેલનગરમાં મકાનનો કબજો લઇ SBI ને સોંપી દેવાયો હતો, કુલ બે કેસમાં ૯૦ લાખની બાકી વસૂલાત અંગે કાર્યવાહી કરી કલેકટરને રીપોર્ટ કરી દેવાયો છે.

(3:14 PM IST)