<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

એડવોકેટ એન. આર. શાહનું નિધન હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયો

અંતિમયાત્રામાં વકીલો જોડાયા : વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની શ્રધ્‍ધાંજલિ

રાજકોટ : રાજકોટના જાણીતા ક્‍લેઇમ પ્રેક્‍ટિસનલ એડવોકેટ એન.આર.શાહ નું આજે વહેલી સવારે નિધન થતા વકીલ આલમમાં શોકની લાગણી ફેલાય છે. એડવોકેટ નવીનભાઈ  શાહ જૂની પેઢીના એડવોકેટ હતા. છેલ્લા ચાર દાયકાથી વધુ સમયથી  વકીલાતના વ્‍યવસાય સાથે જોડાયેલા હતા. રાજકોટ સેશન્‍સ કોર્ટે ગઈકાલે ક્‍લેઇમ કેસની સુનાવણી પણ કરી હતી. રાજકોટના સિનિયર એડવોકેટ ,કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર વિનુભાઈ ગોસલીયાના આસિસ્‍ટન્‍ટ તરીકે ૧૯૮૧ની વકીલાતના વ્‍યવસાય નો પ્રારંભ કર્યો હતો.  આજે વહેલી સવારે હૃદય રોગનો હુમલો પ્રાણ ઘાતક નીવડતા અરિહંત શરણ પામ્‍યા હતા.

એડવોકેટ નવીનભાઈ રતિલાલ શાહ એન.આર.શાહના  નામથી વકીલ આલમમા જાણીતા હતા. રાજકોટ  મોટર એકસીડન્‍ટ એસોસિએશનની વર્ષ ૨૦૦૪માં સ્‍થાપના થયેલી જેના પ્રથમ પ્રમુખ તરીકે તેઓની નિમણૂક કરવામાં આવી હતી. એડવોકેટ નવીનભાઈ શાહ ૪૩ વર્ષની કારકિર્દીમાં તેઓએ અકસ્‍માતમા ઈજાગ્રસ્‍તો અને મૃત્‍યુ પામનાર પરિવારોને લાખો અને કરોડોનું વળતર અપાવી ગરીબ દુખિયાઓને ન્‍યાય અપાવ્‍યો હતો. તેઓના પુત્ર હેમલભાઈ શાહ હાઇકોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્‍ટિસ કરે  છે.

આજે સવારે તેમના નિવાસ સ્‍થાનેથી નીકળેલી અંતિમ યાત્રામાં સિનિયર જુનિયર વકીલો,પરિવારજનો અને  વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ જોડાયા હતા અને તેમને શ્રદ્ધા સુમન પાઠવી હતી. નવીનભાઈ શાહના અવસાનથી ધર્મપત્‍ની ઇલાબેન, પુત્રી રિશીતાબેન અને પુત્ર હેમલભાઈ શાહને વિલાપ કરતા છોડી ગયા હતા.

(3:23 PM IST)